અમદાવાદ: ગુજરાતમાં એક માસુમ બાળકી પર રેપ બાદ ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયો પર સતત હુમલા થઈ રહ્યાં છે. ઉત્તર ભારતીયોના મનમાં ડર અને ભયનો માહોલ સર્જાયો છે. જેને લઈને હજારોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો ગુજરાત છોડીને પોતાના વતન પાછાં ફરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ઘણી તસવીર વાઈરલ થઈ રહી છે અને તેને લઈને વિભાજનના દિવસોની યાદ આવી ગઈ હોય તેવું પણ લોકો કહી રહ્યાં છે. શું છે આખરે વાઈરલ તસવીરનું સત્ય ? જોઈએ ખાસ રિપોર્ટ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની હવા આજકાલ કંઈક બદલાયેલી જોવા મળે છે. દેશમાં સૌથી સલામત રાજ્ય તરીકે જેની ગણના થાય છે તે ગુજરાત રાજ્યને આજકાલ કોઈની નજર લાગી ગઈ હોય તેમ લાગે છે. 28મી સપ્ટેમ્બરના એ દિવસ પછી ઉત્તરભારતવાસીઓને એક એક દિવસ વિતાવવો મુશ્કેલભર્યો લાગે છે. હકીકતમાં 28 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં 14 મહિનાની એક બાળકી પર બળાત્કાર થયો હતો. જેનો આરોપ બીજા રાજ્યમાંથી અહીં આવી કામ કરનાર વ્યક્તિ પર લાગ્યો હતો. સ્થાનિક લોકો ખાસ કરીને કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર સમર્થિત ઠાકોર સેનાના લોકોએ હિન્દી ભાષી રાજ્યોના લોકોને ટાર્ગેટ કરવા લાગ્યાં. સૌથી ખરાબ હાલત યુપી-બિહારના લોકોની હતી, જેને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ બધુ લખવામાં આવી રહ્યું છે. તો તેને લઈને કેટલાક ફોટો અને વીડિયો પણ વાઈરલ થઇ રહ્યા છે, બાળકીનો પરિવાર ઠાકોર સમુદાયનો છે. 


જેના પર રેપનો આરોપ છે તે વ્યક્તિ હિન્દી ભાષી રાજ્યમાંથી આવેલ છે. આ ઘટના પછી ગુજરાતમાં બિહાર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના લોકો ટાર્ગેટ કરવામાં આવ્યાં. તેના પર હુમલા કરવામાં આવ્યાં અને ખદેડવામાં આવ્યાં. પરિણામે ગુજરાતમાં રહીને પોતાનો ગુજારો કરતાં પરપ્રાંતિય પરિવારોને રાતોરાત ભાગવાનો વારો આવ્યો. હવે સોશિયલ મીડિયા પર એક તસવીર વાઈરલ થઈ રહી છે. લોકો કહી રહ્યાં છે કે આ તસવીર તેમને ભારત-પાકિસ્તાનના વિભાજનના દિવસોની યાદ આપે છે.


ઢુંઢર રેપ કેસના તમામ ન્યૂઝ, જાણો


શું છે વાઈરલ પોસ્ટ ? 
ખીચોખીચ ભરેલી એક ટ્રેનની તસવીર છે. ટ્રેનની અંદર ભારે ભીડ છે. ગેટ બહાર પણ ઢગલાબંધ લોકો લટકાયા છે. લોકોનું કહેવું છે કે બિહાર અને યુપીના લોકો છે. જે ગુજરાત છોડીને ભાગી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે પરિસ્થિતી એટલી ખરાબ છે કે ભારત-પાકિસ્તાનના વિભાજન વખતના દિવસો યાદ આવી ગયા હતાં. જ્યારે ખીચોખીચ ભરેલી ટ્રેન લોકોને લઈને આ બાજુથી પેલી બાજુ જઈ રહી હતી.


શું છે આ વાઈરલ તસવીરનું સત્ય?
આ તસવીર ગુજરાતની નથી કે નાતો ગુજરાતથી આવી રહેલી કોઈ ટ્રેનની. આ ફોટો પણ અત્યારનો નથી. આ તસવીર 24 જુલાઈ, 2010ની છે. ગુરૂપૂર્ણિમાના દિવસે આ બધા મથુરા નજીક ગોવર્ધન જઈ રહ્યાં હતાં. જ્યાં ગુરુપૂર્ણિમાને લઈને એક પરિક્રમા હતી. દૂર-દૂરથી લોકો તેમાં ભાગ લેવા માટે આવ્યાં હતાં. આ દરમિયાન અહીં આવનારી ટ્રેનોમાં ભારે ભીડ હતી. આથી એક ભીડ ભરેલી ટ્રેન આ પણ હતી. આ તસવીર રોઈટર્સ ન્યૂઝ એજન્સીના ફોટોગ્રાફર કે.કે.અરોરાએ લીધી હતી.