ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમા યુવાઓ બેખૌફ બન્યા છે. આજના યંગસ્ટર્સ જાહેરમાં ગુના આચરતા પણ વિચારતા નથી. સુરતમાં બંદૂક હાથમાં લઈને સૂમસાન રસ્તા પર બૂલેટ રાઈડ કરતા યુવાનોને સુરત પોલીસે બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે દક્ષિણ ગુજરાતમા વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં નર્મદાના અતિ ફેમસ કેબલ બ્રિજ પર હથિયાર લઈને યુવકોએ વીડિયો બનાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચમાં કેબલ બ્રિજ ઉપર બે બાઇક ઉપર 4 યુવાનોએ ધારીયા અને કુહાડી સાથે બનાવેલો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો મૂકવા માટે યંગસ્ટર્સ ઘાંઘા બન્યા છે. તેઓ આ રીતે ક્રાઈમ કરતા પણ અચકાતા નથી. વીડિયો બનાવવાની ઘેલછામાં હાથમાં હથિયાર લઈને ફરી રહ્યાં છે. ભરૂચ- અંકલેશ્વર ને જોડતા કેબલ બ્રિજ ઉપર યુવાઓના હાથમાં હથિયારોનું પ્રદર્શન જોવા મળ્યું. રાતના અંધારામાં સૂમસામ રોડ પર જાણે આ યુવાઓનો કોઈનો ખૌફ રહેતો નથી. બે બાઈક પર ચાર યુવકો હાથમાં ધારિયા અને કુહાડી સાથે દેખાયા હતા.


આ પણ વાંચો : શ્વાને સિંહ સામે પડકાર ફેંક્યો, પોતાના ગલૂડિયાને સિંહનો શિકાર થતા બચાવ્યા, જુઓ Video


સુરતમાં બુલેટ પર બંદૂક સાથે નીકળ્યા હતા યુવકો
ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ના શહેર સુરતમાં જ રાત્રિ કરફ્યુના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. નવાબી શોખ રાખનાર નિક આડેદરા નામના યુવકનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. નિક ઓડેદરા નામના શખ્સે હાથમાં ખુલ્લેઆમ બંદૂક રાખીને બાઈક પર સ્ટંટ કર્યો હતો. એટલુ જ નહિ, આ યુવક બાઈક પર એક યુવકની ઉપર ચઢીને બેસ્યો હતો. બાઇક ચાલક પર બેસીને બાઇક સવારી કરવાનો નવાબી શોખનો વીડિયો અત્યંત ચોંકાવનારો હતો. ત્યારે સુરત પોલીસે એક્શન લઈને બંને યુવકોને દબોચ્યા હતા.