અમદાવાદ : ગુજરાતના સભ્ય સમાજના લીરે લીરા ઉડાવતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોતાં તમે પણ ઉકળી ઉઠશો કે આવા નરાધમોને જાહેરમાં સજા આપવી જોઇએ. વૃધ્ધા પર જે રીતે અત્યાચાર કરાઇ રહ્યો છે એ જોતાં તમારા રૂવાડાં પણ ખડા થઇ જશે.કેટલાક પુરૂષો અને મહિલાઓ દ્વારા એક વૃધ્ધાને દોરડાથી બાંધીને ઢોર માર મરાતાં અરેરાટી પ્રસરી રહી છે. આ વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આ વીડિયો છોટા ઉદેપુરનો હોવાનું તેમજ સગી પુત્રી અને જમાઇ દ્વારા આ કૃત્ય કરાયાનું જાણવા મળી રહ્યું છે. જોકે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી 24 કલાક ન્યૂઝ ચેનલ દ્વારા આ વીડિયો પ્રસારિત કરાતાં દર્શકોએ વૃધ્ધાને માર મારનાર એ શખ્સ અને મહિલા સામે આકરો રોષ ઠાલવ્યો છે. કેટલાક દર્શકોએ તો આવા શખ્સોને જાહેરમાં ફાંસી આપવા સુધીની પણ પ્રતિક્રિયા આપી હતી. 


પુરૂષ અને મહિલાને દોરડાથી બાંધીને એક વૃધ્ધાને ઘરમાં ઢોર માર મારવામાં આવી રહી છે. આ વીડિયો જોતાં પથ્થર હ્રદયનો માણસ પણ દ્રવી ઉઠે એમ છે. છતાં આ કૃત્ય કરી રહેલા નરાધમોને જાણે લેશ માત્ર પણ શરમ નથી, આ વીડિયોમાં ચોંકાવનારી વિગત એ પણ છે કે આ કૃત્ય દરમિયાન એક બાળક પણ ત્યાં હાજર દેખાય છે. આ ઘટનાથી બાળકના મનમાં કેવી અસર પડશે એ પણ આ શખ્સોને જાણે પડી નથી. વીડિયોમાં પહેલા વૃધ્ધાને દોરડાથી બાંધવામાં આવે છે બાદમાં એક શખ્સ દ્વારા વૃધ્ધાને ખેંચવામાં આવે છે. બાદમાં બે હાથથી ઉપાડીને એને ઘરની બહાર ફેંકવામાં આવે છે.