Viral Video: સુરતમાં પોલીસનો નથી કોઈને ભય? જાહેરનામાં બાદ પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી
જાહેરમાં જન્મદિવસની (Birthday) ઉજવણી નહીં કરવા અંગે સુરત પોલીસ કમિશનરનું (Surat Police Commissioner) જાહેરનામું (Notification) છે. તેમ છતાં સુરતમાં અવાર નવાર જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ (Viral Video) થયા છે
ચેતન પટેલ/ સુરત: જાહેરમાં જન્મદિવસની (Birthday) ઉજવણી નહીં કરવા અંગે સુરત પોલીસ કમિશનરનું (Surat Police Commissioner) જાહેરનામું (Notification) છે. તેમ છતાં સુરતમાં અવાર નવાર જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ (Viral Video) થયા છે. ત્યારે વધુ એક વખત આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ઉધના બ્રીજ (Udhna Bridge) નીચે જાહેરમાં યુવકોએ જન્મદિવસની ઉજવણી કરી હતી.
કોરોના મહામારીને (Corona Pandemic) લઇને સુરત પોલીસ કમિશનર (Surat Police Commissioner) દ્વારા જાહેરમાં જન્મદિવસની (Birthday) ઉજવણી નહીં કરવા અંગે જાહેરનામું (Notification) પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પુરંતુ સુરતમાં જાણે પોલીસનો (Surat Police) કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ અનેક વીડિયો વાયરલ (Viral Video) થયા છે.
આ પણ વાંચો:- મોટા કૌભાંડનો થયો પર્દાફાશ: ગાડી ભાડે ચડાવતાં પહેલાં સો વાર વિચારજો..!!! નહીતર ક્યાંક પસ્તાવાનો વારો આવશે
એટલું જ નહીં કાયદાનો ભંગ કરતા પોલીસ કર્મીઓના વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે આવો જ સુરતનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના ઉધના બ્રીજની નીચેનો આ વીડિયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. વીડિયોમાં 5 થી 6 શખ્સો જાહેરમાં કલીમ નામના યુવકના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.
મોપેડ પર કેક મૂકીને કેક કાપવામાં આવે છે અને ત્યારબાદ મિત્રો એકબીજાને જાહેરમાં કેક ખવડાવી ઉજવણી કરી રહ્યા છે. એટલું જ નહીં ત્યાં હાજર એક પણ વ્યક્તિએ માસ્ક પણ પહેર્યું ન હતું. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો:- ગુજરાતની આ હોસ્પિટલમાં માત્ર 5 મિનિટમાં જ મળે છે કોરોનાના દર્દીનો HRCT રિપોર્ટ
ઉધના બ્રીજ નીચે સતત પોલીસનું પેટ્રોલિંગ
ઉલ્લેખનીય છે કે, આ વીડિયો ઉધના બ્રીજ નીચેનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને ઉધના ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહે છે. આ ઉપરાંત અહીં પોલીસનું પણ સતત પેટ્રોલિંગ રહે છે. તેમ છતાં અહીં જાહેરમાં યુવકોએ જન્મદિવસની ઉજવણી કરી હતી. જેની ભનક પણ પોલીસને પડી ન હતી. પરંતુ હવે આ વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો:- લોકડાઉન બાદ નાના વેપારીઓની હાલત કફોડી, વતનથી 40 ટકા કારીગરો પરત ફર્યા નથી
અગાઉ પણ અનેક વીડિયો થયા છે વાયરલ
ઉલ્લેખનીય છે કે, સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી જાહેરનામાંનો ભંગ કરતા ભૂતકાળમાં અનેક વીડિયો વાયરલ થયા છે અને વીડિયો વાયરલ થતા જ પોલીસે કડક કાર્યવાહી પણ કરી હતી. પરંતુ ધરપકડ બાદ સરળતાથી છૂટી જતાં આવા લોકોની હિંમત વધી છે. ત્યારે પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરે તે પણ ખૂબ જ જરૂરી બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube