અમદાવાદ: જાહેરમાં બર્થડે પાર્ટી સાથે દારૂની મહેફિલ, મહિલા કોર્પોરેટરના પતિ પણ હાજર
જાહેરમાં જન્મદિવસની ઉજવણી (Birthday Celebration) કરવાનો જાણે ટ્રેન્ડ (Trand) બની ગયો હોય એમ અવારનવાર આ પ્રકારની ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થતા હોય છે
ઉદય રંજન/ અમદાવાદ: જાહેરમાં જન્મદિવસની ઉજવણી (Birthday Celebration) કરવાનો જાણે ટ્રેન્ડ (Trand) બની ગયો હોય એમ અવારનવાર આ પ્રકારની ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં (Ahmedabad Ciry) પણ આ પ્રકારની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં શહેરના જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી સાથે દારૂની મહેફિલ (Liquor Party) માણતા હોવાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.
અમદાવાદ શહેરમાં (Ahmedabad Ciry) જાહેર માર્ગ પર જન્મદિવસની (Birthday) ઉજવણી કરાઈ હોવાનો વધુ એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો અસારવા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જેમાં બર્થ ડે પાર્ટીમાં કેક કટિંગ બાદ જાહેરમાં દારૂની મહેફિલ (Liquor Party) માણવામાં આવી રહી છે. આ વીડિયોમાં અસારવાના લિસ્ટેડ બુટલેગર (Bootlegger) અખિલેશ પાંડેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંવેદનશીલ જાહેરાત, આ લોકો માટે છે મહત્વના સમાચાર
આ વીડિયોમાં બુટલેગર (Bootlegger) અખિલેશ પાંડે સહિત ઇન્ડિયા કોલોનીના મહિલા કોર્પોરેટરના પતિ સચિન પરમાર પણ મહેફિલમાં જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ રેલવે પોલીસે આ તમામ વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જેમાં આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે કે, આ વીડિયો કઈ તારીખ અને કયા સમયનો છે અને મહિલા કોર્પોરેટરના (Corporators) પતિ અને બુટલેગર સાથે શું સબંધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube