દિનેશ ચંદ્રવાડિયા/ ધોરાજી: રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. ધોરાજી સિવિલ હોસ્પિટલની વધુ એક બે દરકારીને કારણે મહિલાનું મોત નીપજ્યું છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોનાના દર્દીને રીફર કરતા સમયે એમ્બ્યુલન્સમાં ઓક્સિજનના અભાવે મહિલા દર્દીનું મુત્યુ થયું હોવાનો વાયરલ વીડિયોમાં દર્દીના સગાએ આક્ષેપ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરાજી સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓની વધુ એક બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એમ્બ્યુલન્સમાં ઓક્સિજનના અનેક સિલિન્ડરમાં ઓક્સિજનના હોવાને કારણે મહિલા દર્દી તડપી રહી છે. ઓક્સિજનના અભાવે મહિલા દર્દીનું મુત્યુ થયું હોવાનું દર્દીના સગાનો વાયરલ વીડિયોમાં આક્ષેપ કર્યો છે. દર્દી એમ્બ્યુલન્સ વાહનમાં તડફળિયા મારતી રહી અને સ્ટાફ એક બાદ એક ઓકસીજન સિલિન્ડર બદલવામાં લાગ્યું હતું. અનેક ઓક્સિજનના સિલિન્ડરમાં ઓક્સિજનના હોવાને કારણે મહિલા ઓક્સિજન વગર તડપતી રહી હતી.


આ પણ વાંચો:- Rajkot: સ્પામાં ચાલી રહેલી દારૂની મહેફિલમાં થઇ બબાલ, યુવતી સહિત 2 ઇજાગ્રસ્ત


અગાઉ પણ રેમડેસિવિર ઇન્જેક્શન બાબતે પણ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાએ કરેલ માથાકૂટનો વીડિયો વાયરલ થયો હતો. મહિલા દર્દીને દાખલ કરતા સમયે પણ સિવિલ હોસ્પિટલમાં હાલ બેડ ઉપલબ્ધ નથી એવા અધિકારીઓના જવાબના કારણે દર્દીના સગાએ સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube