તેજશ મોદી, સુરત : સુરતના રાંદેર વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તાર કોરોના વાયરસના ચેપને કારણે ભયજનક હોવા છતાં લોકોને આ વાતની બિલકુલ ગંભીરતા નથી. હાલમાં આ વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં લોકડાઉનમાં પણ રાંદેરની આલુપુરી અને ફેમસ વાનગીઓ ખાવા માટે લાઈનો લગાવી હતી. આ મામલામાં રાંદેર પોલીસે લારીના માલિકની ધરપકડ કરી હતી કારણ કે લારી પર મોટી સંખ્યામાં લોકો ભેગા થતા સોશિયલ ડિસ્ટન્સિંગના આદેશનો ભંગ થયો હતો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે અહીં આવેલા લોકોમાંથી કોઈના પણ મોઢા પર માસ્ક નહોતું અને તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન પણ નહોતા કરી રહ્યા. આમ, લોકોમાં ઘોર બેદરકારી જોવા મળી હતી. 


સુરતના ગોરાટ વિસ્તારમાં આવેલ રોયલ હેરિટેજ બિલ્ડીંગ સામેની આ ઘટના છે અને ચોંકાવનારી વાત તો એ છે કે અહીંથી તાડવાડી પોલીસ ચોકી માત્ર 100 મીટર જ દૂર જ હોવા છતાં લોકોએ આવી બેદરકારી દાખવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube