ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતના જેલ અધિકારોએ સામે વધુ એક વખત સવાલો ઉભા થઇ રહયા છે. જેલ માંથી મોબાઈલ મળવાએ તો નવાઈની વાત નથી જ રહી ત્યારે આપણે આજે વાત કરીશું જૂનાગઢ જેલ માંથી એક કેદીએ પોતાનો મોબાઈલ વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે. આ વિડીયોમાં વિજય સોલંકી નામનો વ્યક્તિ બોલી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોહીથી લથપથ નજરે પડે છે આ વિડીયોની વિગતોની વાત કરીએતો વિજય સોલંકી નામનો વ્યક્તિ વિડીયોમાં પોતાનું નામ જણાવે છે. અને બાદમાં કહે છે કે, ધીરેન કારીયા નામના અન્ય કેદી સહીતના 5 લોકોએ તેને માર માર્યો છે. અને ધીરેન કારીયા જૂનાગઢ જેલ પોતાના પૌસાથી ચાલી રહ્યો છે. અને જેલા આધિકારો સામે પણ વિજય સોલંકી નામના વ્યક્તિએ આક્ષેપ કર્યા છે ત્યારે ધીરેન કારીયાએ જૂનાગઢ વિસ્તારનો કુખ્યાત બુટલેગર છે.


સુરત: 2 હજારની ડુપ્લીકેટ ચલણી નોટ સાથે ઝડપાયા બે શખ્સ


આ વાયરલ વીડિયોમાં જૂનાગઢ પોલીસ અંગે અનેક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ધીરેન કારીયાના રૂપિયાથી જૂનાગઢ જેલ ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં આ વ્યક્તિ ધીરેન કારિયા પર આક્ષેપ કરી રહ્યો છે, કે જેલમાં દારૂની બોટલો આવે છે. અને ધીરેન જેલમાં મોબાઇલનો ઉપયોગ પણ કરી રહ્યો છે.



મહત્વનું છે, કે આ વીડિયો વાયરલ થતા જૂનાગઢ પોલીસ બેડામાં દોડધામ મચી રહી છે. ધીરેન કારિયા સૌરાષ્ટ્રનો સૌથી મોટો બુટલેગર છે. અને તેની દાદાગીરીના કિસ્સાઓ અનેક વાર સામે આવી ગયા છે. ત્યારે હવે તેના દ્વ્રારા જેલમાં પણ મારામારી કરવામાં આવી રહી છે. આ ઘટના સામે આવતા જેલના કર્મચારીઓ પ્રત્યે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.