પ્રેમના જોશમાં ગુમાવ્યો હોશ અને પછી ઉનાની યુવતી ન રહી મોં દેખાડવા લાયક
આ મામલામાં યુવતીએ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ઉના : હાલમાં ઉના (Una)નો એક ચકચારી કિસ્સો ચર્ચામાં છે. અહીં એક યુવતીનો બિભત્સ વીડિયો (Video) વાયરલ થયો છે. પોતાનો આ પ્રકારનો અંગત વીડિયો વાયરલ થતા આ યુવતીની હાલત કફોડી થઈ ગઈ છે અને તે મોં દેખાડવા લાયક નથી રહી. આ ઘટનાની વિગતો જોઈએ તો 4 વર્ષ પહેલાં ઉનાની યુવતીએ પ્રેમના જોશમાં પ્રેમીને પોતાનો અંગત અને બિભત્સ વીડિયો મોકલ્યો હતો. હવે ચાર વર્ષ પછી આ વીડિયો પ્રેમીએ વાયરલ કર્યો છે. હાલમાં આ યુવતી બીજા યુવાન સાથે લિવઇનમાં રહે છે જેના પગલે પૂર્વ પ્રેમીએ બદલો લેવા માટે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. આ મામલામાં યુવતીએ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
આ ઘટનાની વિગતો જોઈએ તો ઉનામાં રહેતી એક યુવતીને અહીંનાં એક યુવક સાથે 4 વર્ષ પહેલાં પ્રેમ સંબંધ હતો. એ સમયે યુવકે યુવતીને પોતાનો બિભત્સ વીડિયો મોકલવા આગ્રહ કર્યો હતો. આથી યુવતીએ પોતાના મોબાઇલમાં જ વીડિયો ઉતારીને પ્રેમીને મોકલ્યો હતો. જોકે, આ વીડિયો મોકલવા યુવકે બળજબરી કરી હોવાનું પણ જાણવા મળે છે.
આજે એ યુવતી અન્ય યુવક સાથે લિવ-ઇન રિલેશનશીપમાં રહે છે. વળી એ તે છોકરો પરણીત છે ત્યારે યુવતીના ભૂતપૂર્વ પ્રેમીએ પૂર્વ પ્રેમિકાનો વીડિયો વાયરલ કરી દીધો હતો.
જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube