ઝી મીડિયા/બ્યૂરો :સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવી જાણે એક ટ્રેન્ડ બની ગયો છે. લાઈક્સ મેળવવા અને ફેન ફોલાઈંગ વધારવા માટે લોકો હદ પાર કરી રહ્યાં છે. ત્યારે ડીસાનો એક વીડિયો જીવદયા પ્રેમીઓને હચમચાવી દે તેવો છે. ડીસાના ઝાબડીયા ગામનો દેશી ગાયક કલાકાર અર્જુન ઠાકોર કોબ્રા સાપ ગળે લપેટીને ગીત ગાતો વીડિયો (viral video) સામે આવ્યો છે. હાલ આ વીડિયો (snake video) એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીસા તાલુકાના જાબડીયા ગામના અર્જુન ઠાકોર નામના ગુજરાતી સીંગરનો કોબ્રા સાપ સાથેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં અર્જુન ઠાકોર કોબ્રા સાપ પકડેલો દેખાઈ રહ્યો છે. તેણે બે હાથથી સાપને પકડ્યો છે, એટલુ જ નહિ, સાપને ગળામાં લપેટ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ફરતો થતા જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા છે. વીડિયોમાં અર્જુન ઠાકોર ‘ગોગો લખે છે મારો મારો ચોપડો રે... હિસાબ માગે બાપ રોકડો રે...’ ગીત  ગળામાં સાપ લટકાવીને લલકારી રહ્યો છે.  


આ પણ વાંચો : ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની નવી થિયરી - એકવાર પણ મંત્રી બન્યા હશો તો તમારું પત્તુ કટ!


આ વીડિયો વાયરલ થતા વનવિભાગ પણ ચોંકી ગયુ છે. કારણ કે, ગુજરાત સરકારના અધીનયમ 1972ના વન્ય જીવ સૃષ્ટિના કાયદા મુજબ આ સાપ રક્ષિત જીવ ગણાય છે. તેથી તેને આ રીતે ગળામાં લપેટવુ ગુનો ગણાય છે. તો સાથે, અર્જુન ઠાકોર જે સાપ સાથે વીડિયોમાં દેખાઈ રહ્યો છે તે ન્યૂરોટોક્સિક ઝેરવાળો સાપ છે, જેના ડંખથી માનવીના ચેતા તંતુઓ પર સીધી અસર થાય છે અને તે મરી પણ શકે છે. તેથી સાપ સાથે આ પ્રકારની મસ્તી જોખમી ગણાય છે. 


વન વિભાગની તપાસમાં સામે આ વીડિયો જાબડીયા ગામમાં કોઈ યુવક દ્વારા ઉતારવામાં આવ્યો છે. તેથી જીવદયા પ્રેમીઓ દ્વારા યુવક તથા દેશ કલાકાર અર્જુન ઠાકોર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.