અલકેશ રાવ, બનાસકાંઠા: આજે બનાસકાંઠાના કાંકરેજના થરા ખાતે રાજયકક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની આગેવાનીમાં એક તિરંગાયાત્રાનું આયોજન કરાયું હતું ત્યારે થરાના રૂની રોડ ઉપર તિરંગાયાત્રા પહોંચી ત્યારે સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓ પાસેથી તિરંગા યાત્રા નીકળતા મંત્રી કીર્તિસિંહ વાઘેલા જે બાઈક ચલાવી રહ્યા હતા તે બાઈક રોડ ઉપર પાણી ભરાયેલા ખાડામાં ફસાયું હતું. બાઇકની પાછળ બનાસકાંઠાના જિલ્લા ભાજપ પ્રભારી સુરેશભાઇ શાહ બઠેલ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે તે સમયે આ વિડિઓ કોઈ સ્થાનિક લોકોએ ઉતારી લીધો હતો અને તેને વાઇરલ કરાયો હતો. જેમાં મંત્રી ખાડામાં ફસાયા તેવો કટાક્ષ કરતાં આ વિડિઓ તેજીથી વાઇરલ થઈ રહ્યો છે. જેને લઈને અમારી ટીમે આ વાયરલ વિડીયો વિશે ખુદ મંત્રી કીર્તિસિંહ વાઘેલા જોડે વાતચીત કરતાં તેમને કહ્યું હતું કે આઝાદીનો 75માં અમૃતસવ ઉજવાઈ રહ્યો છે અને તે માટે ઠેરઠેર તિરંગા યાત્રાઓ નીકળી રહી છે. 



ત્યારે થરામાં પણ આજે તિરંગા યાત્રા નીકળી હતી તે સારું કાર્ય વિપક્ષને દેખાતું નથી પણ આવી ઘટના બને તો તેનો વિડિઓ વાયરલ કરે છે. જે પણ હોય વરસાદના રોડ ઉપર ખાડા પડી જાય અને તેમાં પાણી ભરાય તે સ્વાભાવિક છે. આજે હું બાઈક ચલાવતો હતો અને બાઈક તેમાં ફસાયું એ કોઈ મોટી ઘટના નથી. આ ખાડાઓ જલ્દીથી પુરાઈ જાય તે માટે સૂચના અપાઈ ગઇ છે અને આ ખાડાઓ જલ્દીથી પુરાઈ જશે.


વિપક્ષનું કામ વિડીયો વાયરલ કરવાનું છે અને અમારું કામ વિકાસના કામ કરવાનું છે તે અમે કરતા રહીશું. જોકે મંત્રીઓ મોંઘી ગાડીઓમાં ફરતા હોય છે તેમને રોડના ખાડાઓનો અહેસાસ થતો હોતો નથી. આજે બાઈક ફસાયા તમને કેવી તકલીફ થઈ તેવું પૂછતાં મંત્રીએ કહ્યું કે હું લોકો વચ્ચે રહુ છું અને નોર્મલ લાઈફ જીવું છું અમને લોકોની તકલીફનો અહેસાસ છે અને અમે અમારા વિસ્તારમાં દરેક કામો કરી રહ્યા છીએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube