અમદાવાદ: ગુજરાતમાં જાતિવાદને લઇને થઈ રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અમદાવાદના વિઠ્ઠલાપુર ગામનો છે. અહીં એક કિશોરને અમુક સમાજના લોકોએ ફટકાર્યો હતો અને માફી મંગાવી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજલ પટેલ બન્યા અમદાવાદના 34મા મેયર, જુઓ અન્ય પરિણામ 


તાજેતરમાં સામે આવેલા વીડિયોમાં બે યુવકો એક કિશોરને ફટકારી રહ્યા છે. સામાપક્ષે કિશોર તેને છોડી દેવાની વિનંતી કરી રહ્યો છે. આ સમયે એક ત્રીજો વ્યક્તિ આ સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો છે. વીડિયોમાં બે યુવકો એક કિશોરને પોતાને દરબાર કહેવા બદલ ફટકારીને માફી માંગવા કહી રહ્યા છે. શરૂઆતમાં બંને યુવકો કિશોર સાથે ધોલ-થપાટ કરે છે. બાદમાં કિશોરને લાકડીથી ફટકારે છે. જમીન નીચે પડી ગયેલા કિશોરને લાતો પણ મારવામાં આવે છે. 



વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક કિશોરને ઊંચકીને નીચે પણ ફેંકે છે. બંને કિશોર પાસે પોતાના પગ પકડાવીને માફી પણ મંગાવે છે. અંતે કિશોર ફરી ક્યારેક આવું નહીં કરવાનું કહીને ત્યાંથી ભાગી જાય છે. વીડિયોમાં કિશોર એવું પણ કહી રહ્યો છે કે જો હવે ફરીથી દરબાર કહું તો મને વિઠ્ઠલાપુર ગામ વચ્ચે ફટકારજો.


જાતિવાદને લઈને થઈ રહેલી હિંસાના તાજેતરમાં અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં નામ પાછળ સિંહ લગાવવા બદલ કે પછી મૂછો રાખવા કે ઘોડો રાખવા બદલ યુવકોને માર મારીને માફી મંગાવવામાં આવી હતી. હવે ફરી આવો એક વીડિયો સામે આવતા ફરી જાતિવાદનું 'ભૂત' ધૂણવા લાગ્યું છે.