વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના જામનગરના એક કેસમાં આવ્યો ચુકાદો, જાણો સજા મળી કે રાહત?
Hardik Patel Judgement : ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના 2017ના કેસમાં આજે જામનગર કોર્ટે આપ્યો છે ચુકાદો... ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર કર્યાં
Hardik Patel Judgement : જામનગર કોર્ટમાં ચાલી રહેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના કેસમાં ચુકાદો આવી ગયો છે. 2017 ના કેસમાં જામનગરની કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. 2017 ના કેસમાં જામનગર કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી. જેમાં
પાસ કન્વીનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો, ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયા છે.
ઉલ્લેખનીય છે કે, 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસીયામાં એક સભા યોજાઈ હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલ હોય અને તેમા રાજકીય ભાષણ થતા આ મુદ્દે ફરિયાદ થઈ હતી. જેને લઇને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જામનગર ચોથા એડી.ચીફ જૂડી.મેજીસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચુકાદો જાહેર કરાયો છે. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઇ વિરાણી તથા રશીદભાઈ ખીરાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો છે.
4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં એક સભા યોજાઈ હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલ હતી પરંતુ સભામાં રાજકીય ભાષણ થતા ફરિયાદ થઈ હતી. જેને લઇને કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો.