જે કોઈ નથી કહી શકતું અમિત શાહ માટે એ કહી દીધું વિરજી ઠુંમરે, માર્યો મોટો ચાબખો
થોડા દિવસ પહેલાં કથાકાર પ.પૂ મોરારી બાપુ (Morari bapu)એ હોમ મિનિસ્ટર અમિત શાહ (Amit Shah)ની સરખામણી સરદાર પટેલ (Sardar Patel) સાથે કરી હતી. આ સરખામણી પણ અનેક રાજકીય પ્રત્યાઘાતો આવ્યા છે.
કેતન બગડા, અમરેલી : થોડા દિવસ પહેલાં કથાકાર પ.પૂ મોરારિ બાપુ (Morari bapu)એ હોમ મિનિસ્ટર અમિત શાહ (Amit Shah)ની સરખામણી સરદાર પટેલ (Sardar Patel) સાથે કરી હતી. આ સરખામણી પણ અનેક રાજકીય પ્રત્યાઘાતો આવ્યા છે. જોકે સમયની સાથે આ વિવાદની આગ વધારે વકરી રહી છે. હાલમાં લાઠી-બાબરાના કોંગ્રેસી ધારાસભ્ય વિરજી ઠુંમરે આ મામલે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કર્યા બાદ પ્રતિક્રિયા આપી છે. પોતાની પ્રતિક્રિયામાં વિરજી ઠુંમરે આ સરખામણીની આકરી ટીકા કરી છે.
બહાર આવી ખુશખુશાલ દેખાતા સેલિબ્રિટી પતિ-પત્નીના લગ્નજીવનની ગંદકી, જાણીને લાગશે આંચકો
પોતાની પ્રતિક્રિયામાં વિરજી ઠુંમરે ગૃહ મંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે. વિરજી ઠુંમરે કહ્યું છે કે ''અમિત શાહમાં સરદાર પટેલનું રૂંવાડું પણ નથી. RSS પર સરદારે પ્રતિબંધ મૂક્યો હતો અને હવે જો હોમ મિનિસ્ટર આવો પ્રતિબંધ મુકે તો અમે તેમને સરદાર સાથે સરખાવવા તૈયાર છીએ. બાપુને વિનંતી છે કે કોઈપણ પક્ષપાત કે રાજકારણ વગર ખેડૂતો, દુષ્કર્મ કે અર્થતંત્ર સહિતના મુદ્દાઓની ગૃહમંત્રી પાસે રજુઆત કરવામાં આવે. સંત તરીકે તેમણે આવી વાત કરતા અમારા દિલને ધક્કો પહોંચ્યો છે.''
હેલ્મેટ મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો, પાછળ બેસનારે પણ પહેરવું પડશે હેલ્મેટ
થોડા દિવસ પહેલાં સૌરાષ્ટ્રના યાત્રા ધામ અને સદાવ્રતથી પ્રસિદ્ધ એવા વીરપુરમાં ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. રામ કથાના છેલ્લા દિવસે મુખ્યમંત્રીએ આરતી કરી હતી. તેમજ વીરપુરમાં છેલ્લા 200 વર્ષથી ચાલતું સદાવ્રત અવિરત ચાલુ રહે તેવી શુભ કામના આપી હતી. આજે પુર્ણાહુતીના દિવસે વ્યાસ પીઠ ઉપરથી બોલતા મોરારી બાપુએ નરેન્દ્ર મોદી અને અમિત શાહને યાદ કર્યા હતા. મોરારી બાપુનો ગૃહમંત્રી અમિત શાહ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો હતો. મોરારીબાપુએ કહ્યું હતું કે, અમિત શાહ મને સરદાર વલ્લભભાઈ પટેલની યાદ અપાવે છે. કથાકાર મોરારી બાપુએ કેન્દ્રીય ગૃહ પ્રધાનની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 'રાવણ’ પણ શીવભક્ત, શૂરવીર અને ખૂબ વિદ્વાન હતો, પરંતુ એના કાળા કરતૂતોથી કલંકિત રાજને મુક્તિ અપાવવા માટે જ રામાયણ રચાઈ હતી. રાવણના પાત્રને નમ્રપણે ન્યાય આપવાના પ્રયાસમા ક્યાંક વાનર અને ખિસકોલીના યોગદાનની ઉપેક્ષા ન થાય ઈ રામ રાજ્ય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...