તેજસ દવે/મહેસાણા: મહેસાણાના વિસનગરની એક મહિલાએ નખ ઉપર પીંછીથી વડાપ્રધાન મોદીનું સૌથી નાનું 1.6 સે.મી.નું પોટ્રેટ ચિત્ર બનાવી વર્લ્ડ રેકોર્ડ નોધાવ્યો છે. વિસનગરમાં ખાનગી શાળામાં શિક્ષિકા ની નોકરી કરતી મિત્તલ ચૌધરી એ ફાઈન આર્ટસ નો અભ્યાસ કર્યો છે. અને એને સૌ પ્રથમ વાર કાઇક યુનિક કરવાના વિચારે પહેલી જ વારમાં વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના 9.38 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો


મિત્તલ ચૌધરી નામની આ મહિલાએ પેન્સિલ કે પેનના બદલે પીંછીથી પહેલા મધર ટેરેસાનું પણ ચિત્ર અંકિત કર્યું હતું . બાદમાં મિત્તલ ચૌધરી એ હાથની આંગળીના પોતાના નખ ઉપર પીંછી વડે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સામાજિક કાર્યકર મધર ટેરેસાનું સૌથી નાનું પોટ્રેટ ચિત્ર બનાવ્યુ હતું. 


સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવામાં આવશે 1.25 લાખની અદ્દભુત ગદા,15 દિવસમાં થઇ તૈયાર


આ ચિત્ર બનાવી મિત્તલ ચૌધરી એ લંડનના હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જેના પગલે વિસનગરનું નામ વર્લ્ડ રેકોર્ડના ચોપડે અંકિત થઈ ગયું છે. વ્યવસાયે શિક્ષિકા મિત્તલબેન ચૌધરીના આ પ્રોટ્રેટ ચિત્રની પસંદગી થતાં મેડલ અને શિલ્ડ એનાયત કરાયો છે. 


સૌથી મોટા ખુશખબર! ગુજરાતમાં S.T.બસના ડ્રાઈવર અને કંટકટરોની થશે ભરતી


નખ ઉપર 1.6 સેન્ટીમીટર સાઇઝમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મધર ટેરેસાનું પ્રોટ્રેટ અડધા કલાકમાં બનાવી રેકોર્ડ બનાવ્યો છે. જેની ખાસિયત એ છે કે પેન્સિલ અથવા પેનને બદલે નખ ઉપર સૌથી નાનું આ ચિત્ર પીંછીથી બનાવ્યું છે.


ગુજરાતમાં 1500થી વધુ લોકો માટે રોજગારીની શાનદાર તક, એક જ દિવસમાં 5000 કરોડના MoU