ઝી બ્યુરો/ભાવનગર: શહેરના દેવરાજનગર વિસ્તારમાં આવેલી નંદકુંવરબા મહિલા કોલેજમાં BCAનો અભ્યાસ કરતી બે દીકરીઓએ પ્રજ્ઞાચક્ષુઓ માટેની એક બ્લાઇન્ડ સ્ટીકનું નિર્માણ કર્યું છે. આ સ્ટીક અંધજનો માટે અતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં લગાવેલા બે સેન્સર સામે આવતી કોઈપણ વસ્તુ કે ખાડા ને તેમજ પાણી ભરેલા ખાડામાં પડતાં પૂર્વે અંધજનોને ચેતવણી આપશે. ત્યારે આ બ્લાઇન્ડ સ્ટિકમાં શું શું ખાસિયતો છે, જોઈએ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસીઓની વચ્ચે બેસીને આ નેતાએ પાડ્યો મોઢવાડિયાનો ખેલ! બન્યા કોંગ્રેસનો કાળ


કુદરતે જેઓને આ દુનિયા જોવાની શક્તિ નથી આપી અથવા તો કોઈ વ્યક્તિની દૃષ્ટિ છીનવાઈ ગઈ હોય તેઓ માટે જીવન જરૂરી કાર્યો કરવા અતિ મુશ્કેલ બની જતા હોય છે, જ્યારે બહાર નીકળવું હોય ત્યારે કોઈ ને કોઈ વ્યક્તિનો સહારો લેવો પડતો હોય છે, ત્યારે આવા પ્રજ્ઞાચક્ષુઓ માટે રસ્તે ચાલતા સમયે અતિ ઉપયોગી સાબિત થઇ શકે એવી અલ્ટ્રાસોનિક સાઉન્ડ ધરાવતી ઇલેક્ટ્રિક બ્લાઇન્ડ સ્ટિકનું ભાવનગર જિલ્લાની બે દીકરીઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે, બે સેન્સર ધરાવતી આ સ્ટીક અંધજનો ને અતિ ઉપયોગી સાબિત થશે, રસ્તે આવતા વિઘ્નોને ઓળખી બે સેન્સર ધરાવતી આ સ્ટીક એલાર્મ વગાડી અંધજન ને ચેતવણી આપશે. સામે આવતી કોઈપણ વસ્તુ કે ખાડા ને સેન્સર ઓળખી શકે છે, તેમજ પાણી ભરેલા ખાડામાં પણ અંધજનોને ધ્રુજારી પેદા કરી ચેતાવશે.


કોંગ્રેસના જમાઈ : લોકસભા હારે તો વિધાનસભા લડે અને વિધાનસભા હારે તો લોકસભા, ઘોર ખોદી


આમ જોઈએ તો અંધજનો સામાન્ય સાદી સ્ટીકનો ઉપયોગ કરી અવરજવર કરતા હોય છે. ત્યારે આવા સમયે ઘણી મુસીબતોનો સામનો અંધ વ્યક્તિને કરવો પડતો હોય છે, અગાઉ અમદાવાદ ખાતે એક સેન્સર ધરાવતી બ્લાઇન્ડ સ્ટીકનું નિર્માણ કરવામાં આવેલું છે, તેમજ અંધજનો આ સ્ટીકનો પણ ઉપયોગ કરતા થયા છે, જોકે ભાવનગરના દેવરાજનગરમાં આવેલી નંદકુંવરબા મહિલા કોલેજમાં BCAના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ દ્વારા બે સેન્સર ધરાવતી બ્લાઇન્ડ સ્ટીકનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અલ્ટ્રા સોનિક સેન્સર અને વોટર સેન્સર ને ઉપયોગમાં લેવામાં આવ્યા છે. 


નસીબના જબ્બર બળિયા છે ગુજરાતના આ મહિલા નેતા, લોકસભા લડ્યા પહેલાં જ જીતની ગેરંટી!


આ સ્ટીક 0 થી 20 સેમીના અંતરે આવતા વિઘ્નોને પારખી લે છે, ચાલતા સમયે ખાડો, પથ્થર, અન્ય વસ્તુ, વ્યક્તિ કે વાહન હશે તો આ સ્ટીક બઝર ના અવાજ દ્વારા ચેતવશે, તેમજ પાણી હશે તો લાકડીનો પાણી ને સ્પર્શ થતા ની સાથે સ્ટીક વાઈબ્રેટર દ્વારા તેની જાણકારી આપશે. જેથી અંધવ્યક્તિ સાવચેત બની રસ્તો પસાર કરી શકે. 


સોનામાં બંપર ઉછાળો, ભાવ ઓલ ટાઈમ હાઈ નજીક પહોંચ્યા, ચાંદી પણ જબરદસ્ત ઉછળી, જાણો રેટ


ઉપરાંત આ સ્ટીકમાં રિચાર્જેબ્લ બેટરી મુકવામાં આવી છે. જે માટે ગોળ આકારના ફિમેલ જેક નો ઉપયોગ કરી ચાર્જ થઈ શકશે. બંને વિદ્યાર્થીનીઓ દ્વારા આ સ્ટીક માટે વધુ સંશોધન ચાલુ છે, ત્યારે આગળના સમયમાં જીપીએસ સિસ્ટમ સાથેની આધુનિક કહી શકાય તેવી બ્લાઇન્ડ સ્ટીકના નિર્માણ પાછળ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, જેથી પરિવાર તેને ટ્રેક પણ કરી શકશે એવી આશા બંને વિદ્યાર્થીનીઓ વ્યક્ત કરી રહ્યા છે.