રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં ઉપરવાસમાં વરસાદને પગલે આજવા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના માથે ફરીથી પાણીનું સંકટ છે. ગઈકાલે વિશ્વામિત્રીની સપાટી ભયજનક લેવલ ક્રોસ કરી ગઈ હતી, જેણે કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે હવે વડોદરામાં ફરીથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. જેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ વિશ્વામિત્રીની સપાટી 30.25 ફૂટે પહોંચી ગઈ છે. જેને પગલે અનેક ઘરોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી ગયા છે. 


મધ્ય રાત્રિએ સરદાર સરોવરમાં પાણી આવક એકાએક વધતા નર્મદા ડેમના 8 દરવાજા ખોલાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડી રાત્રે વિશ્વામિત્રી નદીના પાણી ઘરોમાં ઘૂસ્યા 
હાલ વડોદરામાં આજવા સરોવર ડેમની સપાટી ઘટીને 212.10 ફૂટ થઈ ગઈ છે. આજવાની સપાટી ઘટવી એ વડોદરા માટે સારા સમાચાર છે. આજવામાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી આવી રહ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ઘટતા હવે વડોદરાવાસીઓને હાશકારો થયો છે. ગઈકાલે આખો દિવસ વડોદરામાં વરસાદી માહોલ રહ્યો હતો. મોડી રાતે વિશ્વામિત્રીની સપાટી 30 ફૂટ થતાં શહેરના વધુ વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા. જેને પગલે સિધ્ધાર્થ બંગલોઝ સહિતના વિસ્તારના રહીશોમાં ભય ફેલાયો હતો. રાત્રે 11.30 વાગે કાલાઘોડા સહિતના તમામ બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. સમા સાવલી રોડથી હરણી તરફનો માર્ગ પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.


અડધા વડોદરાને આજે પીવાનું પાણી નહિ મળે
વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે આજે અડધા વડોદરાને આજે પીવાનુ પાણી નહિ પળે. ફાજલપુર સ્થિત પમ્પિંગ મશીન ખોટકાતા પાણી વિતરણ નહિ થાય. છાણી ગામ, છાણી જકાતનાકા, ટીપી 13, સમા, સયાજીબાગ ટાંકી વિસ્તારોમાં રહેતા લોકોને આજે પીવાના પાણીની સમસ્યા નડશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :