ચોમાસામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા પહોંચ્યા હજારો વિઝીટર્સ
નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્રણ દિવસમાં પાંચ તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાતા નદીના પાણી ઉમેરો થયો છે, તો કોરીકટ રહેલી નર્મદા નદી બે કાંઠે વહેતી દેખાઈ રહી છે. સાતપુડા અને વિંધ્યાચળ ડુંગરની તળેટીમાં આવેલા નર્મદા જિલ્લાને જાણે કુદરતે લીલી ચાદર પાથરી હોય એવા લીલાછમ વાતાવરણથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે. આ કારણે સરદાર સરોવર બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રવિવારના રોજ 15 હજારથી વધારે પ્રવાસીઓ નોંધાયા હતા.
જયેશ દોશી/નર્મદા :નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્રણ દિવસમાં પાંચ તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાતા નદીના પાણી ઉમેરો થયો છે, તો કોરીકટ રહેલી નર્મદા નદી બે કાંઠે વહેતી દેખાઈ રહી છે. સાતપુડા અને વિંધ્યાચળ ડુંગરની તળેટીમાં આવેલા નર્મદા જિલ્લાને જાણે કુદરતે લીલી ચાદર પાથરી હોય એવા લીલાછમ વાતાવરણથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે. આ કારણે સરદાર સરોવર બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રવિવારના રોજ 15 હજારથી વધારે પ્રવાસીઓ નોંધાયા હતા.
સિમ્બા સ્ટાઈલમાં વીડિયો બનાવી રાજકોટનો પોલીસ કોન્સ્ટેબલ કાયદા-નિયમોનો ઘોળીને પી ગયો
પ્રવાસીઓ કુદરતી આહલાદક વાતાવરણ જોઈને એકદમ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વરસતા વરસાદની વચ્ચે જોવાનો પણ લ્હાવો પ્રવાસીઓ માણી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ પાર્કિંગ સ્ટેન્ડ હાઉસફુલ જોવા મળી રહ્યા છે. નર્મદા જિલ્લાના આ કુદરતી સૌંદર્યને માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આવા આહલાદક વાતાવરણમાં અનેક લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખાસ જોવા પહોંચી રહ્યા છે.
રાજકોટ : પોલીસ વાન પર બેસી હીરોગીરી કરતો ટિકટોક વીડિયો બનાવનારા 2 પોલીસ ઓફિસર સસ્પેન્ડ
બીજી બાજુ નર્મદા જિલ્લાના ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે. કેમકે તેમણે વાવેલા બિયારણોને જીવનદાન મળી ગયું છે. સ્થાનિક રહીશોને પણ ઠંડક પ્રસરતા ખુશનૂમા વાતાવરણનો નજારો માણી રહ્યાં છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :