આશકા જાની/અમદાવાદ :અમદાવાદના બહુચર્ચિત એવા બીએમડ્બ્લ્યુ હિટ એન્ડ રન કેસ (BMW Hit and Run case) માં આરોપી વિસ્મય શાહ (Vismay Shah) એ ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલ અરજી પર આજે ચુકાદો આવે તેવી શક્યતા છે. વર્ષ 20163માં વસ્ત્રાપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે યુવાનોના મોત થયા હતા. જેમાં અમદાવાદ સેશન્સ કોર્ટ વર્ષ 2015માં વિસ્મય શાહને દોષિત જાહેર કરી 5 વર્ષની સજા ફટકારી હતી. જેને લઇને વિસમ્ય શાહે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી છે. જેમાં વિસ્મય તરફથી કરેલી અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, તે યુવાન છે અને તેની કારકિર્દી ઘડવાની બાકી છે. માટે તેની સજામાં ઘટાડો કરવામાં આવે લાંબા સમયથી આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દલીલો ચાલી હતી. જેમાં વિસ્મય તરફથી સિનીયર વકીલોનો કાફલો ઉતારવામાં આવ્યો હતો અને આ મામલે આજે હાઇકોર્ટ ચુકાદો આપી શકે તેવી શક્યતાઓ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા જેવું આબેહુબ રામ મંદિર ગુજરાતમાં બન્યું, લોકોએ કહ્યું-અહીં અયોધ્યા જેવી ધન્યતા અનુભવાય છે 


પ્રેમચંદનગર રોડ પર 24 ફેબ્રુઆરી 2013ના રોજ મોડી રાત્રે બીએમડબ્લ્યૂ કારથી વિસ્મય શાહે બાઈક પર સવાર રાહુલ પટેલ અને શિવમ દવેને ટક્કર મારી હતી. જેમાં બંન યુવકોનું મોત નિપજ્યું હતું. આ કેસ વિસ્મય શાહની ધરપકડ થઈ હતી. જેના બાદ તેણે 13 મહિના જેલવાસ ભોગવ્યો હતો અને 31 માર્ચ,2014ના રોજ સુપ્રીમ કોર્ટે જામીન આપતાં મુક્ત થયો હતો. જોકે 28 મહિના ચાલેલી કેસની સુનાવણી બાદ મિરઝાપુર કોર્ટે 13 જુલાઈ, 2015ના રોજ પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. જેથી 22 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ ફરી એક વખત સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતાં મંગળવારે વિસ્મયનો જેલવાસ પૂરો થયો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube