Gujarat Biggest Auto Hub તેજસ દવે/મહેસાણા : દરેક વ્યક્તિનુ સપનુ કાર ખરીદવાનું હોય છે. પરંતું દરેક વ્યક્તિ નવી કાર ખરીદવા સક્ષમ હોતી નથી. આવામાં પોતાને ગમતી કાર સેકન્ડ માર્કેટમાંથી મેળવી પોતાની અને પરિવારના અરમાનો પૂરા કરાતા હોય છે. વીસનગરમાં આવું સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ છે. વીસનગરનું સેકન્ડ કાર માર્કેટ ગુજરાતમાં કાર લે-વેચ માટેનું હબ બની ગયું છે. વીસનગરમાં પ્રવેશતાની સાથે જ અહી રોડ પર સેકંડ કારના ખડકલા જ જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાનું વીસનગર એ સમગ્ર ઉત્તર ગુજરાતનું એક માત્ર ઑટો હબ બની ગયું છે. વિસનગરમાં પ્રવેશતાની સાથે જ અહી સેકંડ હેન્ડ ગાડીઓના ખડકલા જોવા મળે છે. વિસનગરમાં આજથી 25-30 વર્ષ પહેલા સેકંડ હેન્ડ ગાડીઓનો વેપાર શરૂ થયો હતો. શરૂઆતમાં અહી બે-પાંચ વેપારીઓએ સેકન્ડ ગાડીઓ લે-વેચનો વેપાર શરૂ કરાયો હતો. જે હાલમાં 120 થી વધુ વેપારીઓ સેકંડ હેન્ડ ગાડીઓનો વેપાર કરી રહ્યા છે. વિસનગરમાં સેકંડ હેન્ડ ગાડીઓ લે વેચ માટે લોકોનું વિશ્વાસ પાત્ર સ્થળ એટલા માટે બની ગયું છે કે અહી અત્યાર સુધી ગાડી લે વેચમાં કોઈ છેતરપિંડીની ફરિયાદ સામે નથી આવી. 


આ પણ વાંચો : 


પેપરલીક કાંડમાં મોટો ઘટસ્ટોફ : તિહાર જેલમાં રહી ચૂક્યો છે મુખ્ય આરોપી કેતન બારોટ


સરકારને કોનો ડર : 100 દિવસમાં ફરી પરીક્ષા લેવાનું કહી અધિકારીઓ હાથ ખંખેરીને ઉભા થયા


સેકન્ડ હેન્ડ કાર એસોસિયેશનના પ્રમુખ સોમાભાઈ પટેલ કહે છે કે, સેકંડ કાર લે-વેચમાં વીસનગરમાં વર્ષે 7 કરોડથી વધુનો વેપાર નોંધાય છે અને સરકારના નવા નિયમ મુજબ 10 વર્ષ જૂની ડીઝલ અને 15 વર્ષ જૂની પેટ્રોલ કાર સ્ક્રેપ યાર્ડમાં મોકલવાના નિયમની અસર આ ઓટો કન્સલ્ટના ધંધામાં પડી રહી હોવાની વાત પણ વહેપારીઓ કરી રહ્યા છે. ગ્રાહક વધુમાં વધુ 7 થી 10 વર્ષ જુની જ ગાડી ખરીદવાનો આગ્રહ રાખવા લાગ્યા છે. જેના કારણે વેપારીઓ 10 વર્ષથી વધુ જૂની ગાડીઓ ના રાખતા હોવાનું જાણવા મળ્યું છે. 


અન્ય વેપારી રવિ પટેલ કહે છે કે, સેકન્ડ હેન્ડ કાર લેતા સમયે ગ્રાહકોને છેતરાવાનો ડર પણ રહેતો હોય છે. ત્યારે વીસનગરમાં લે-વેચ થતી ગાડીઓ મોટા ભાગે ફર્સ્ટ ઓનર જોવા મળે છે. ગાડીઓના કાગળોની ચોક્કસ રીતે ચકાસણી કરવામાં આવે છે. અને ગાડી ખરીદનારને તુરંત કાગળો કે આરસી સોંપવામાં આવે છે. સેકંડ કારમાં લોન પણ મળી જાય તેવી વ્યવસ્થા કરાય છે. અને ખાસ તો અહીથી કાર ખરીદવામાં પાર્ટ્સ બદલાઈ જાય તેવી ફરિયાદો પણ નથી હોતી. જેથી એક વાર અહીંથી સેકન્ડ હેન્ડ કાર લેનારને સંતોષ થતા બીજા ગ્રાહકો પણ વિસનગરમાં સેકંડ હેન્ડ કાર ખરીદવાનો આગ્રહ રાખે છે. 


આમ, ઉત્તર ગુજરાતમાં વિસનગર શહેર વર્ષોથી ઑટો હબ તરીકે પ્રચલિત થઈ ગયું છે. અને વર્ષે દહાડે અહીથી સેકંડ હેન્ડ કાર ખરીદવા આવતા લોકોની સંખ્યા પણ વધતી જઈ રહી છે. વર્ષોથી વેપાર કરતા વેપારીઓ પણ ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે કટિબદ્ધ રહે છે. અને ગ્રાહકો છેતરાય નહિ તે રીતે કારની ગુણવત્તાની ચોખવટ સાથે જ વેપાર કરતા હોય છે. અહી લો બજેટથી લઈને પ્રીમિયમ કાર પણ સેકંડ હેન્ડમાં મળી જતા હવે પ્રીમિયમ સેગમેંન્ટ ની કાર ખરીદવા પણ લોકો અહી આવે છે. 


આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયામાં નાની કેપ્શ્યૂલ ગાયબ થવા પર ખળભળાટ, ગંભીર બીમારીનો ડર