તેજસ દવે, મેહસાણા: આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ. પણ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા 100 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહી પણ જૂત્તા-ચંપલ તથા શાકભાજી મારવામાં આવે છે. જેને વિસનગરના લોકો ખાસડા યુધ્ધ તરીકે ઓળખે છે. કહેવાય છે કે, આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગુજરાતના આ ગામના લોકો હોલીકા દહન સમયે બોલે છે અપશબ્દો, જાણો કેમ...


વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે  ૧૦૦ વર્ષથી ખાસડા યુધ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. જો કે, હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે. વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રામણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે. અને બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જા‍ય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે. 


શ્રદ્ધાની હોળીને આસ્થાના અંગારા: હોલીકા દહન બાદ ખુલ્લા પગે અંગારા પર ચાલે છે આ ગામના લોકો


આમ તો કોઇને શાકભાજી કે ખાસડુ છુટ્ટુ મારવામાં આવે તો ઝઘડો થઇ જાય. પણ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઇપણને શાકભાજી કે ખાસડુ મારવાની છૂટ છે. લોકે હોશે હોશે ખાસડા અને શાકભાજીનો માર ખમે છે. કારણ કે, જુત્તું ખાવાથી પણ વર્ષ સારું જાય છે ભાઈ. અને આ પણ એક અનોખી પરંપરા છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...