નવી દિલ્હી : ખાનગી ટેલિકોમ કંપની વોડાફોન (Vodafone) અને આઇડિયાએ  (Idea) શનિવારે કહ્યું કે, તે આગામી થોડા દિવસોમાં સરકારને બાકીની રકમ એડજસ્ટ ગ્રોસ રેવન્યુ (AGR) ની ચુકવણી કરશે. કંપનીએ શનિવારે નિવેદ આપીને આ અંગે માહિતી આપી હતી. આ અગાઉ Bharti Airtel એ શુક્રવારે દૂરસંચાર વિભાગને પત્ર લખીને કહ્યું હતું કે, કંપની 20 ફેબ્રુઆરી સુધીમાં 10 હજાર કરોડ રૂપિયાની બાકી રકમ એજીઆરની ચુકવણી કરશે. તેણે કહ્યું હતું કે, તેઓ બાકીની રકમનું પેમેન્ટ 17 માર્ચ સુધીમાં કરશે. તેણે 22 સર્કલમાં બાકી રકમની ગણત્રીની પ્રક્રિયા પુર્ણ કરવા માટે સમય માંગ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હુબલી: 3 કાશ્મીર વિદ્યાર્થીઓના દેશ વિરોધી નારા, નાગરિકોએ લમધાર્યા
સુપ્રીમ કોર્ટે શુક્રવારે સરકારને 1.47 લાખ કરોડ રૂપિયાની બાકી રકમ નહી ચુકવવા મુદ્દે દૂરસંચાર કંપનીઓની ઝાટકણી કાઢી છે અને તમામ કંપનીઓએ ટોપ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, બાકી રકમ ચુકવવા મુદ્દે ટોપની કોર્ટનાં આદેશનું પાલન શા માટે ન કરવામાંમ આવ્યું? ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠે દૂરસંચાર કંપનીઓને ચેતવણી આપતા કહ્યું કે, કોર્ટ તેમનાં તથા સરકારી કર્મચારીઓની વિરુદ્ધ આદેશ નહી માનવા બદલ અવગણનાની કાર્યવાહી ચાલુ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે ભારતી એરટેલ, વોડાફોન, એમટીએનએલ, બીએસએનએલ, રિલાયન્સ કમ્યુનિકેશન, ટાટા કમ્યુનિકેશન અને અન્ય કંપનીઓનાં પ્રબંધક નિર્દેશકોને 17 માર્ચે કોર્ટની સમક્ષ રજુ થવા માટેનાં આદેશ આપ્યા.


ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ ગિરિરાજસિંહને કહ્યું મોઢુ સંભાળીને વાત કરો
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને તેમ પણ નિર્દેશ આપ્યો કે તેઓ તત્કાલ પોતાનાં ડેસ્કનાં અધિકારીઓ તરફથી પાસ થયેલા આદેશને પરત લે. જેમાં દૂરસંચાર કંપનીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી નહી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જસ્ટિસ મિશ્રાએ અહીં પણ કહ્યું કે, દૂરસંચાર કંપનીઓ એક રૂપિયો પણ નથી ચુકવ્યો અને સરકારી અધિકારી આદેશ પર રોકવા માંગે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આ આદેશને એક કલાકની અંદર પરત નહી લેવામાં આવે તો આ અધિકારીઓ જેલ મોકલવા યોગ્ય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube