અમદાવાદ :લોકસભાની ચૂંટણીમાં હારજીતનું કાન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. મતગણતરી પ્રોસેસને હવે 24 કલાક બાકી રહ્યા છે. આવતી કાલે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે બપોર બાદ મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ થયેલું જોવા મળશે. આ માટે લોકસભા ચૂંટણીની મતગણરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ છે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે. ગુજરાતના 26 સંસદીય ક્ષેત્ર માટે અને 4 વિધાનસભા ક્ષેત્ર માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે ગુજરાતની 26 લોકસભા અને 4 વિધાનસભાની બેઠક માટે ક્યાં મતગણતરી થશે તે જાણવું રસપ્રદ રહેશે. આ સેન્ટરની બહાર વહેલી સવારથી જ ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભીડ જોવા મળશે. સૌની નજર અહી જ ટકેલી રહેશે. તો જોઈ લો, તમારા સંસદીય વિસ્તારની મતગણતરી ક્યાં હાથ ધરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ-કાશ્મીરમાં સિક્યોરિટી વધતા ડ્રગ્સ માફિયા માટે ગુજરાતનો દરિયો બન્યો સેફ પેસેજ 


  • અમદાવાદ પૂર્વ, એલ.ડી.એન્જિ., નવરંગપુરા

  • અમદાવાદ-પશ્ચિમ, ગુજરાત કોલેજ, એલિસબ્રિજ

  • ગાંધીનગર, સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજ, ગાંધીનગર

  • સુરત, SVNIT કોલેજ, સુરત

  • રાજકોટ, સરકારી ઈજનેરી કોલેજ, કાલાવડ રોડ

  • વડોદરા, પોલિ.કોલેજ, નિઝામપુરા

  • કચ્છ, સરકારી ઈજનેરી કોલેજ, ભુજ  

  • બનાસકાંઠા, સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, પાલનપુર  

  • પંચમહાલ, સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા

  • દાહોદ, સરકારી ઈજનેરી કોલેજ, ઝાલોદ રોડ

  • પાટણ, સરકારી ઈજનેરી કોલેજ, કતપુર  

  • નવસારી, મહાત્મા ગાંધી સંસ્થા, ભૂતસડ

  • મહેસાણા, મરચન્ટ એન્જિ.કોલેજ, વિસનગર  

  • સાબરકાંઠા, પોલિ.કોલેજ, મોતીપુરા, હિંમતનગર

  • સુરેન્દ્રનગર, એમ.પી.શાહ કોલેજ

  • પોરબંદર, પોલિ. કોલેજ, એરપોર્ટ

  • જામનગર, ઓસવાલ કોલેજ, ઉદ્યોગનગર

  • જૂનાગઢ, જૂનાગઢ એગ્રિ. યુનિવર્સિટી

  • બારડોલી, આર્ટ્સ કોમર્સ કોલેજ, સોનગઢ

  • અમરેલી, પ્રતાપરાય કોલેજ

  • ભાવનગર, સરકારી ઈજનેરી કોલેજ

  • આણંદ, બીજેવીએમ કોલેજ, વલ્લભવિદ્યાનગર તથા પટેલ આર્ટ્સ કોલેજ, વલ્લભવિદ્યાનગર

  • ખેડા, પટેલ આર્ટ્સ કોમર્સ કોલેજ

  • છોટાઉદેપુર, સરકારી પોલિટેકનિક

  • ભરૂચ, કે.જે.પોલી., ભોળાવ

  • વલસાડ, સરકારી ઈજનેરી કોલેજ, ભાગડાવાડા

  • જામનગર, ગ્રામીણ વિધાનસભા- ઓસવાલ વિદ્યાલય, ઇંદિરા માર્ગ


મતગણતરીના કેન્દ્રો પર નજર રાખવા મુકવામાં આવ્યા છે 125થી પણ વધુ CCTV કેમેરા