ચૂંટણી ક્યારે છે? મધુ શ્રીવાસ્તવને ખબર જ નથી! મતદાતાએ જાહેર સભામાં MLA ની ઝાટકણી કાઢી
વાઘોડિયા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અવાર નવાર પોતાના વિવાદિત નિવેદનો અને વિવાદિત સ્વભાવના કારણે ચર્ચામાં રહે છે. મધુશ્રીવાસ્તવ ફરી એકવાર પોતાનાં નિવેદનના કારણે ચર્ચામાં છે. સયાજીપુરા જિલ્લા પંચાયતની બેઠકના પ્રચાર દરમિયાન તતારપુરા ગામમાં તેણે ફરી બફાટ કર્યો હતો. મધુશ્રીવાસ્તવે કહ્યું કે, આજે પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યાર બાદ આચારસંહિતા લાગુ થઇ જશે. પણ હું આવી આચાર સંહિતાને માનતો નથી.
રવિ અગ્રવાલ/વડોદરા : વાઘોડિયા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અવાર નવાર પોતાના વિવાદિત નિવેદનો અને વિવાદિત સ્વભાવના કારણે ચર્ચામાં રહે છે. મધુશ્રીવાસ્તવ ફરી એકવાર પોતાનાં નિવેદનના કારણે ચર્ચામાં છે. સયાજીપુરા જિલ્લા પંચાયતની બેઠકના પ્રચાર દરમિયાન તતારપુરા ગામમાં તેણે ફરી બફાટ કર્યો હતો. મધુશ્રીવાસ્તવે કહ્યું કે, આજે પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યાર બાદ આચારસંહિતા લાગુ થઇ જશે. પણ હું આવી આચાર સંહિતાને માનતો નથી.
NRI સિનિયર સિટીઝનની આંખમાં મરચાની ભૂકી નાખનાર, ક્રાઇમ બ્રાંચની આંખોથી બચી ન શક્યા
મધુ શ્રીવાસ્તવને મતદાન કઇ તારીખે થવાનું તેની માહિતી પણ નથી
આચાર સંહિતાને હું પુછતો જ નથી હું કાલે પણ પ્રચાર કરીશ અને કોઇ મારુ કાંઇ બગાડી નહી શકે. ત્યાર બાદ તેમણે લોકોને મતદાન માટે અપીલ કરવા માટે જણાવ્યું હતું. જો કે તેમાં તારીખમાં ગોટાળો કર્યો હતો. જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન 22 ફેબ્રુઆરીએ થવાનું છે તમારે બધાએ મતદાન કરવા માટે જવાનું છે અને ભાજપને જ મત આપવાનો છે. આવું નિવેદન કરતા લોકોમાં હસાહસી થઇ ગઇ હતી. જ્યારે હાજર સભ્યો ખાસીયાણા પડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી 28 ફેબ્રુઆરી છે ત્યારે ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ આવા ગપલા કરે તે શરમજનક છે.
વયોવૃદ્ધ કાર્યકરે મધુ શ્રીવાસ્તવની ઝાટકણી કાઢી
પોતાના દબંગ સ્વભાવના કારણે ચર્ચામાં રહેલા મધુ શ્રીવાસ્તવ લોકો સાથે પોતાનાં ઉદ્દંડ સ્વભાવના કારણે વિવાદોમાં રહે છે. તે કાર્યકર્તાઓ, પત્રકારો અને અધિકારીઓ સાથે મન ફાવે તેવું વર્તન કરે છે. જો કે ભાજપના એકકાર્યકર્તા વડીલે મધુ શ્રીવાસ્તવની જાહેર સભામાં ઝાટકણી કાઢી હતી. એક સભામાં વડીલ મતદારે ભાજપના રનિંગ સભ્યોને તાલુકા પંચાયતમાં ટીકીટ નહી આપવા અને નવા લોકોને ઉતારવા માટે સવાલ પુછતા મધુ શ્રીવાસ્તવ ધુંધવાયો હતો. મતદાતાને બહાર કાઢી મુકવા માટે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube