Loksabha Election 2024: ગુજરાતમાં લોકશાહીના સૌથી મોટા ઉત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે એટલે કે, લોકસભા ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે મતદાનને લઈને લોકોમાં જાગૃતતા આવે અને 2024ની આ સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વિશેષ અહેવાલમાં જાણો કે કેવી રીતે ગુજરાતમાં મતદાન પ્રત્યે જાગૃતતા લાવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'કોંગ્રેસની સરકાર બનશે તો રાજા બની બેઠેલા પ્રફુલ પટેલને 2 મિનિટમાં હટાવી દેવાશે'


  • લોકશાહીના મહાઉત્સવની ગણાતી ઘડીઓ

  • ગણતરીના દિવસો બાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી

  • મતાધિકારના ઉપયોગથી જનતા બતાવશે એક મતની તાકાત


ગુજરાતના માથે સફેદ કલંક! સતત બીજા દિવસે 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા


જી હાં, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર આગામી 7મી મેએ મતદાન યોજાશે. મતદારોમાં જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં વિશેષ કાર્યક્રમો થઈ રહ્યા છે. વડોદરા શહેરમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. જે અંતર્ગત નો યોર પોલિંગ સ્ટેશન ઝુંબેશ અંતર્ગત મતદાન મથકની જાણકારી આપવામાં આવી.. શહેરના મતદારોએ મતદાન મથકની મુલાકાત પણ લીધી. મતદારોને બુથ પર જ મતદાનની સ્લિપ પણ આપવામાં આવી. મતદારો માટે ચૂંટણી પંચના આ સકારાત્મક પ્રયાસથી ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.


10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડો


આ પહેલાં પણ વડોદરા શહેરમાં મતદારોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. વડોદરા કલેક્ટર કચેરીએથી શહેરમાં બે વિશાળ કઠપૂતળી ફરતી મુકવામાં આવી હતી જેમાં વોટ વડોદરા વોટના વાક્યો લખવામાં આવ્યા હતા. ન માત્ર ચૂંટણી પંચ પરંતુ મતદારોમાં ઉત્સાહ લાવવા માટે વિવિધ એકમો પણ કાર્યરત થયા છે.. ગાંધીનગરમાં મતદાન કર્યા બાદ રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનો સહિતના વેપારીઓએ મતદારોને 7 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. ગાંધીનગરના 70થી વધુ વેપારીઓએ આ નવતર પ્રયોગમાં સહયોગ આપવા સહમતી બતાવી છે..


ગજબના બે કિસ્સા! મા ગમે તે કામમાં વ્યસ્ત હોય પણ તેનુ ત્રીજું નેત્ર બાળક પર હોય છે!


આ પહેલાં પંચમહાલમાં પણ વેપારી એસોસિએશનએ મોટી જાહેરાત કરી હતી. લોકસભાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી મતદાનનું નિશાન બતાવશે તેને વિવિધ પ્રોડક્ટ પર 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી. સોના ચાંદીના ઘરેણાંના વેપારી મેકિંગ ચાર્જીસમાં 7 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.


2 દિવસમાં બદલાઈ જશે બેન્ક અને પૈસા સાથે જોડાયેલા આ નિયમ, તમારા પર થશે સીધી અસર


રાજકોટ મેડિકલ એસોસિએશને વધુ મતદાન થાય તે માટે અનોખી પહેલ કરી છે. રાજકોટના ડૉક્ટર્સ દર્દીના પ્રિસ્ક્રીપ્શનમાં મતદાન જાગૃતિને સંદેશ આપી રહ્યા છે. પ્રિસ્ક્રીપ્શન પર મતદાન જાગૃતિનો સ્ટેમ્પ લગાવી લોકોને મતદાનની સમજ આપી રહ્યા છે. ઈન્ડીયન મેડિકલ એસોસિએશનના રાજકોટ પ્રમુખ અને જાણીતા ન્યુરોસર્જન કાંત જોગાણીએ આ નવતર અભિગમ અપનાવ્યો છે.


ગુજરાતમાં હવે ડે.કલેક્ટરની ઓળખ આપી યુવતીએ કર્યો મોટો કાંડ; 6.63 લાખના દાગીના ખરીદ્યા


મતદાનને લઈને ગુજરાતની જનતામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ પ્રકારના ડિસ્કાઉન્ટ અને જાહેરાતથી મતદાનમાં વધારો થશે. એવામાં આગામી 7મી મેએ ગુજરાતના કેટલા ટકા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે એ તો આવનારો સમય જ બતાવશે.