ગુજરાત પ્રવાસથી ભાજપમાં હરખનો માહોલ, 6 જનસભાઓથી કરશે 14 લોકસભા બેઠક ટાર્ગેટ!
Loksabha Election 2024: ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો પહેલી મેથી આવી જશે. કારણ કે પહેલી મેથી ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં પ્રધાનમંત્રી ઝંઝાવાતી પ્રચાર કરશે. પ્રધાનમંત્રીના પ્રવાસની કેટલી થશે અસર? કેટલા બદલાશે સમીકરણો?
Loksabha Election 2024: ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન છે. જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો પહેલી મેથી આવી જશે. કારણ કે પહેલી મેથી ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં પ્રધાનમંત્રી ઝંઝાવાતી પ્રચાર કરશે. પ્રધાનમંત્રીના પ્રવાસની કેટલી થશે અસર? કેટલા બદલાશે સમીકરણો?
ક્ષત્રિયોમાં આંતરિક ડખાનો આ ખાસ અહેવાલ, જાણો હવે કેટલું આંદોલન કરશે અસર
- પહેલી મેથી ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી
- મોદી આવશે એટલે બદલાઈ જશે સમીકરણો!
- 6 જનસભાઓથી સાધશે 14 લોકસભા બેઠક!
- PMના પ્રવાસથી ગુજરાત ભાજપમાં ઉત્સાહનો માહોલ
- ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેએ છે મતદાન
હવે પાટીદારોએ બદલ્યા નિયમો! આ રિવાજોને આપી તિલાંજલી, તમામ જ્ઞાતિઓ અપનાવે તો થશે ફાયદો
પહેલી મે, ગુજરાતના સ્થાપના દિવસથી ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યા છે. હાલ લોકસભા ચૂંટણીને કારણે દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાઓ ગજવી વિપક્ષની તમામ રણનીતિઓને ઉંધી પાડી રહ્યા છે. ગુજરાતમાં 7 મેએ મતદાન થવાનું છે. મતદાનના બરાબર થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી ગુજરાતમાં છ જનસભાઓ ગજવવાના છે. આ જનસભાઓથી વિપક્ષના તમામ સમીકરણો ઉંધા પડી જાય તો નવાઈ નહીં. પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસની વાત કરીએ તો, પહેલી મેએ બપોરે સાડા ત્રણ વાગ્યે બનાસકાંઠાના ડીસામાં જનસભા સંબોધશે.
મે મહિનો ભારે રહેશે! શું ગુજરાતમાં ફરી તોફાનનાં એંધાણ? અંબાલાલની મહિનાની ભયાનક આગાહી
ત્યારપછી સાંજે પાંચ વાગ્યે સાબરકાંઠાના હિંમતનગરમાં જનસભા ગજવશે અને ગાંધીનગરના રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજી મેએ સવારે 11 કલાકે આણંદમાં જનસભાને સંબોધિત કરશે. જ્યારે બપોરે એક વાગ્યે સુરેન્દ્રનગરમાં ચૂંટણી જનસભા સંબોધિત કરશે. તો બપોરે સાડા ત્રણ વાગ્યે જૂનાગઢ અને સાંજે પાંચ વાગ્યે જામનગરમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. બે દિવસમાં 6 જનસભાઓ કરી PM મોદી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ ઈસ્ટ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠકો કવર કરશે.
GSSSB Clerk Recruitment: આનંદો! ગૌણ સેવા મંડળે મોકૂફ પરીક્ષાની નવી તારીખો કરી જાહેર
કઈ બેઠકો કવર કરશે PM?
- બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ પૂર્વ
- આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર
- જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર
2 દિવસ, 14 લોકસભા અને 6 સભાઓ ગજવશે પીએમ મોદી, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?
તો પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે, તો જ્યાં જનસભા કરવાના છે, ત્યાં તડામાર તૈયારીઓ ભાજપે કરી છે. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસથી ભાજપમાં હરખ સમાતો નથી. એક અલગ ઉત્સાહનું વાતાવરણ ગુજરાત ભાજપના નેતાઓમાં જોવા મળી રહ્યું છે. તો પ્રધાનમંત્રી ગુજરાત આવે તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અનેક જગ્યાએ રોડ શો અને જનસભાઓ ગજવીને ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
સામે આવ્યું મોટું કારણ! સાબરમતીમાં એક જ પરિવારના ચાર સભ્યોએ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ
- PM આવશે અને ભૂલાશે તમામ વિવાદ!
- બે દિવસમાં 6 જનસભાઓ ગજવશે PM
- 6 જનસભાથી 14 લોકસભા કવર કરશે PM
- PMના પ્રવાસથી ભાજપમાં ઉત્સાહનો માહોલ
- વિપક્ષની તમામ રણનીતિઓ થઈ જશે ફેલ?
કેનેડામાં મોતને ભેટેલા ગુજરાતી યુવકના પરિવારે લીધો મોટો નિર્ણય; દેહદાનની અનોખી ઘટના
તો વિપક્ષ પણ આક્રમક અંદાજમાં આ વખતે મેદાનમાં ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકાએ ગાંધીએ પણ જનસભાઓ કરીને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી. હવે જોવાનું રહેશે કે ગુજરાતમાં ચાલતા આંદોલન, વાદ-વિવાદ વચ્ચે પ્રધાનમંત્રીનો પ્રવાસ ભાજપ માટે કેટલો નફાકારક રહે છે તે જોવું રહ્યું....