મોરબી : ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. કોરોના કાળમાં ગુજરાતમાં આ પ્રથમ ચૂંટણી છે. મતદાન કરવા માટે લાયક હોય તેવા તમામ લોકોએ મતદાન કરવું જોઇએ. મતદાન દરેક નાગરિકનો અધિકાર તેમજ ફરજ છે. જો કે પેટાચૂંટણીમાં મતદાન બાબતે કેટલાક નાગરિકો બેદરકાર હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે આ તમામ વચ્ચે એક ઉદાહરણીય કિસ્સો સામે આવ્યો હતો. મોરબી પેટા ચૂંટણીમાં માળીયામાં એક વ્યક્તિ પોતાની અંતિમ વિધિ પુર્ણ કરીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પેટાચૂંટણીમાં 3 વાગ્યા સુધીનું 41.24 ટકા મતદાન, ડાંગમાં 56.78 ટકા સાથે મોખરે

બગસરા ગામના વતની ચુંદુભાઇ અખિયાણીનાં પત્નીનું અવસાન થયું હતું. જો કે ચૂંટણી હોવાના કારણે ચંદુભાઇએ સવારે પત્નીના અંતિમ સંસ્કાર કર્યા બાદ સાંજે પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. ચંદુભાઇની સાથે સાથે તેમના પુત્રએ પણ મતદાન કર્યું હતું. ચંદુભાઇ તેમના પુત્ર અને સમગ્ર પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે અન્ય સંબંધિઓ જે આસપાસથી આવ્યા હતા તેમને પણ ઘરે પહોંચીને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તમામ લોકો પોતાના મતાધિકારનો પ્રયોગ કરે તેવું જણાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube