રક્ષિત પંડ્યા/જસદણ : જસદણ પેટા ચૂંટણી માટે સવારથી જ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 11 વાગ્યા સુધી 25 ટકા મતદાન નોંધાયું છે. એક તરફ ખેડૂતો તથા પાણીની સમસ્યા અંગે વિરોધના વંટોળ વચ્ચે નવો કિસ્સો સામે આવ્યો હતો. જસદણ પેટાચૂંટણીમાં ભાજપના એક ગ્રૂપમાં એક મતદાતાએ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાને મત આપ્યો હોવાનો ફોટો મૂક્યો હતો. જેનાથી ખળભળાટ મચ્યો હતો. આ શખ્સે કુંવરજીને મત આપવાની અપીલ પણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"195679","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan23.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan23.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan23.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan23.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Jasdan23.jpg","title":"Jasdan23.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


જસદણ વિધાનસભા પેટાચૂંટણીના મતદાનની વચ્ચે BJP જસદણ નામના ગ્રૂપમાં એક ફોટો વાઈરલ થયો છે. વોટ્સએપ ગ્રૂપમાં મતદાન કરતા મતદારનો ફોટો શેર કરાયો છે. જેમાં મતદાતા ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાને મત આપી રહ્યો છે. તો સાથે જ બીજા ફોટોમાં મતાદાતાએ બાવળિયાને મત આપવા માટે આગ્રહ કર્યો છે. મતદાન મથકની અંદરનો ફોટો વાઈરલ થતાં હવે આ મતદાતા સામે ચૂંટણીપંચમાં ફરિયાદ થઈ શકે છે. ફોટો પાડનારા વ્યક્તિ સામે ચૂંટણી પંચના નિયમ હેઠળ કાર્યવાહી થશે.


[[{"fid":"195680","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan35.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan35.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan35.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan35.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Jasdan35.jpg","title":"Jasdan35.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


તો બીજી તરફ,  દડલી ગામે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલીનો બનાવ બન્યો છે. કોંગ્રેસના નેતાઓને પોલીસ હેરાન કરતી હોવાનો લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરે આક્ષેપ કર્યો છે. વહેલી સવારથી જ મતદાન માટે લાંબી લાઇનો લાગી.