અમદાવાદ :ગુજરાતમાં પાટીદારોની વોટ બેંક દરેક રાજકીય પાર્ટી માટે માત્ર મહત્વની જ નહિ, પરંતુ નિર્ણાયક સાબિત થતી હોય છે. તેથી જ ભાજપ અને કોંગ્રેસ બંને માટે લોકસભાની 2019ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર બહુ જ મહત્વનું હતું. કારણ કે, પાટીદાર આંદોલન બાદ વિધાનસભા ચૂંટણીમાં ચિત્ર બદલાયુ હતું, જેની સીધી અસર લોકસભા ચૂંટણી પર પડી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 26 માંથી 10 લોકસભા બેઠકો પર પાટીદારો મતો નિર્ણાયક ભૂમિકામાં છે. જો કે તેમાંથી શહેરી બેઠકો પર પાટીદાર હોય કે અન્ય સમાજ હોય તે ભાજપ તરફી જ રહ્યા છે. તો અમરેલી-જુનાગઢ જેવી વિધાનસભામાં પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોના પ્રશ્ને પણ પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં છે. ત્યારે પાટીદારોના પ્રભુત્વવાળી બેઠકો પર આ વર્ષે કેટલુ મતદાન થયું તેના પર એક નજર કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



લોકસભા બેઠક   2014 2019
મહેસાણા   67.03 64.91
ગાંધીનગર   65.57 64.95
બનાસકાંઠા   58.54 64.71
અમરેલી   54.47 55.73
અમદાવાદ પૂર્વ   61.59 60.77
રાજકોટ   63.89 63.12
આણંદ   64.89 66.03

બે લોકસભા ચૂંટણીના મતદાનના આંકડા પર નજર કરીએ તો, પાટીદાર આંદોલનની પોઝીટિવ કે નેગેટીવ અસર મતદાન પર પડી હોય તેવુ લાગતુ નથી. મતદાનનો આંકડો તો ઓલમોસ્ટ સરખો જ છે. પણ પાટીદાર મતદારોનો ઝુકાવ આ વખતે કોના તરફ વળ્યો છે તે તો 23મી મેના રોજ પરિણામ આવતા જ માલૂમ પડશે. માત્ર બનાસકાંઠામાં ગત લોકસભા ચૂંટણી કરતા મતદાન 6 ટકા જેટલુ વધ્યું છે. પાટીદારોની સૌથી વધુ પ્રભુત્વવાળી બેઠકોમાં મહેસાણા, અમરેલી અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. 


ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપે નારાજ પાટીદારોને મનાવવા કવાયત હાથ ધરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાટીદાર બહુલ બેઠકો પર ભાજપને નુકસાન ન થાય તે માટે ભાજપે કમર કસી હતી, અને પાટીદાર આગેવાનો સાથે મીટિંગ કરી હતી. અમિત શાહે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયાધામ અને ખોડલધામના આગેવાનો સાથે મીટિંગ કરી હતી.



કેટલા પાટીદાર નેતા મેદાનમાં...
વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી અમરેલી, પોરબંદર, રાજકોટ, મહેસાણા, આણંદ એમ 5 બેઠકો ઉપર પાટીદારોને ટિકિટ આપી હતી. તે પહેલા જૂના સીમાંકનોમાં જૂનાગઢ લોકસભા ક્ષેત્ર સાથે પણ ભાજપ મહદઅંશે આ પાંચ બેઠકો ઉપર પાટીદાર આગેવાનોને ઉમેદવાર તરીકે ઉતારતુ રહ્યુ છે. વર્ષ ૨૦૧૯માં દોઢ- બે દાયકામાં પહેલીવાર ભાજપે વધુ એક પાટીદારને અમદાવાદ પૂર્વ લોકસભા મતક્ષેત્રમાંથી ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે રાજકોટ, પોરબંદર, વડોદરા, અમદાવાદ પૂર્વ, અમરેલી, મહેસાણા, સુરત અને ભાવનગર બેઠકો પર પાટીદાર નેતાઓને ટિકીટ ફાળવેલી છે. જે જોતા ટિકીટ ફાળવણીમાં ભાજપ કરતા કોંગ્રસનો આંકડો વધુ દેખાય છે. 


દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV