અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુમ થયેલા શિવમ(Shivam) અને વૃષ્ટિ(Vrushti)ને અમદાવાદ(Ahmedabad) ક્રાઇમ બ્રાંન્ચની ટીમે અંતે યુપીમાંથી ઝડપી પાડ્યા હતા. અંતે અમદાવાદ ક્રાઇમની ટીમ બંન્નેને ચંદીગઢથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. વૃષ્ટિ અને શિવમને એરપોર્ટ પર પહોંચતાની સાથે જ શિવમની માતા તેને મળીને ભેટી પડી હતી. શિવમના પિતાએ મીડિયા સાથે વાત કરી હતી, અને શિવમને ઓળખવાનો ઇન્કાર કર્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશથી બંન્નેને ઝડપ્યા 
પોલીસે મીડિયા સાથએ વાત કરતા જણાવ્યું કે, 29 તારીખથી બંને ગુમ હતા. અને નવરંગપૂરા પોલીસ સ્ટેશનમાં જાણાવા જોગ ફરિયાદ કરવામાં આવી હતી. કેસની તપાસમાં ક્રાઇમ બ્રાંચ લાગી હતી. સીસીટીવીના આધારે ટ્રેકિંગ થયું કે, બંને બાય ટ્રેન અમદાવાદ બહાર ગયા છે. ખાનગી માહિતી ભેગી કરવામાં આવી હતી. બંને જણા એમની રીતે રહેવા ઇચ્છતા હતા. પરંતુ કોઇ પણ યુવક યુવતિ ગુમ થાય એટલે પોલીસને અરજી મળે ત્યારે પોલીસ દ્વારા તેમને શોધવામાં આવે છે. ગુજરાત પોલીસને આ અંગે હિમાચલની પોલીસએ પણ મદદ મળી હતી. 


ફ્રિડમથી રહેવા માગતા હતા શિવમ અને વૃષ્ટિ
શિવમ અને વૃષ્ટિ અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી કુલ્લુ ગયા હતા. નેટ પરથી આ તમામ સ્થળ પોલીસે જોયા હતા. અંતે કસોલ નામની જગ્યાએ બંન્ને પોતાની રીતે રહેવા માગતા હતા. બંન્ને પેઇન્ટિંગ કરવાના શોખીન છે, અને પેઇન્ટિંગ કરીને પૈસા કમાયા હતા. ખૂબ જ ઓછા પૈસા લઈને ગયા હતા. બંન્ને ફ્રિડમથી રહેવા માગતા હતા.


વૃષ્ટિ (Vrushti) અને શિવમને (Shivam) શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગૂમ થયેલા શિવમ અને વૃષ્ટિને શોધવા પોલીસ હરકતમાં આવી હતી અને છેવટે પોલીસે ઉત્તર ભારતથી બંનેને પકડી લીધા છે. હાઇપ્રોફાઇલ બનેલા આ કેસમાં પોલીસે બંનેને પકડી લીધા છે. અંતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ આવવા માટે રવાના થઇ છે. ધનાઢ્ય પરિવારના વૃષ્ટિ અને શિવમ લાપત્તા થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.