Ahmedabad News : અમદાવાદમાં વી.એસ. હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની રૂમની છત તૂટી પડી હતી. જ્યાં રોજના હજારો દર્દીઓ સારવાર લેવા જઈ રહ્યાં છે ત્યાં જ આવી સ્થિતિ છે, અને દર્દીઓના જીવ જોખમમાં મૂકાયા છે. ત્યારે આ ઘટનાનુ કવરેજ કરવા ગયેલી ઝી 24 કલાકની ટીમ સાથે વીએસ હોસ્પિટલના સ્ટાફે ગુંડાઓ જેવુ વર્તન કર્યુ હતું. તેઓએ ઝી 24 કલાકનો કેમેરો છીનવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ ZEE 24 Kalak ની મહિલા પત્રકાર સાથે ધક્કામુક્કી કરાઈ હતી. હોસ્પિટલમાં એક મહિલા પત્રકાર સાથે આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય ગણાય. મહિલા પત્રકારને ઘટના સ્થળે કવરેજ કરવા માટે અંદર જતા રોકવામાં આવ્યા હતા, અને વીએસ હોસ્પિટલ જાણે ગુંડાઓનો અખાડો હોય તેમ બાઉન્સર્સ ગોઠવી દીધા છે. અહેવાલ પ્રસારિત કર્યા બાદ આ ઘટના બાદ એએમસી દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, પરંતુ સવાલ એ છે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં બાઉન્સર રાજ કેમ વધી રહ્યું છે. પેન્થર એજન્સી પર ભાજપના કયા નેતાના ચાર હાથ છે. હોસ્પિટલમાં દર્દીઓ કરતાં બાઉન્સરો વધારે જોવા મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની અનેક સરકારી હોસ્પિટલોમાં હાલ સ્થિતિ એવી છે કે, અધિકારીઓ અને ડોક્ટરો ઓછા અને બાઉન્સર્સ વધુ જોવા મળી રહ્યાં છે. પરંતુ જ્યાં દર્દીઓ અને ડોક્ટરનુ કામ હોય, ત્યાં બાઉન્સર્સનું શું કામ. આખરે કેમ સરકારી હોસ્પિટલોમાં બાઉન્સર્સ મૂકવાની ફરજ પડી રહી છે. અમે જાણ્યું કે, વીએસ હોસ્પિટલના જે બાઉન્સર્સ દ્વારા ઝી 24 કલાકની મહિલા પત્રકાર સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું તે પેન્થર એજન્સીના બાઉન્સર્સ છે. પેન્થર એજન્સી વીએસ હોસ્પિટલમાં સિક્યોરિટી એજન્સીનું કામ સંભાળ છે. હાલ એજન્સીએ પોતાના ઢગલાબંધ બાઉન્સર્સની ફૌજ હોસ્પિટલમાં ઉતારી છે. તો શું બાઉન્સર્સને દર્દીઓ સાથે મારામારી કરવા માટે મૂકવામાં આવ્યા છે. 



અમે જાણ્યું કે, વીએસ હોસ્પિટલમાં સિક્યોરિટી એજન્સી સંભાળતી પેન્થર એજન્સીના 38 બાઉન્સર, 50 ગાર્ડ, 4 સુપરવાઈઝર કાર્યરત છે. હોસ્પિટલમાં રોજના 800 દર્દીઓની અવરજવર રહે છે. તો ઈન્ડોર પેશ્ટ 100 થી 125 જેટલાર હે છે. જોકે, આ આંકડાનો તાળો મેળવીએ તો, વીએસ હોસ્પિટલમાં દર્દીઓની સરખામણીમાં ગાર્ડની સંખ્યા વધુ છે. ત્યારે સવાલ એ છે કે, કોના આશીર્વાદથી એજન્સીને છાવરવામાં આવી રહી છે ?


આ ઘટના પર ઝી 24 કલાક સવાલો પૂછે છે કે, VS હોસ્પિટલમાં બાઉન્સરની આડમાં ગુંડાગર્દી કેમ? શું ગરીબોની હોસ્પિટલમાં આવી ગુંડાગર્દી ચાલે છે? VSમાં બાઉન્સરોના નામે ગુંડાઓ કોણે મૂક્યા? મીડિયા સામે દાદાગીરી કરે છે તો દર્દી સાથે શું કરતા હશે? કામગીરીમાં નિષ્ફળ તંત્ર દાદાગીરીમાં હોશિયાર કેમ? દાદાગીરીના બદલે ગરીબો માટે થોડું કામ કરી લો