ગુજરાતના બે વિદ્યાર્થીઓએ બનાવ્યો અદ્ભુત પ્રોજેક્ટ, હવે મોરબી પુલ દુર્ઘટના જેવી હોનારત નહીં થાય!
બીસીએના વિદ્યાર્થીઓ વ્યોમ અને જનકે જણાવ્યું કે તેમણે બનાવેલું ડિવાઈઝ જો કોઈ પણ બ્રિજ પાસે લગાવી દેવામાં આવે તો આવી ઘટના બનતી અટકાવી શકાય છે. વ્યોમે જણાવ્યું કે મોરબીમાં બનેલી ઘટનાના આધારે આ પ્રોજેક્ટ બનાવ્યો છે.
અતુલ તિવારી/અમદાવાદ: મોરબીમાં ઝૂલતો પુલ તુટી પડવાની ઘટના થોડા સમય પેલા બની હતી. જો કે આજે પણ એ બ્રિજ તુટી પડવાની ઘટનાની વાત થાય ત્યારે એ ગોજારી દુર્ઘટના અને નદીમાંથી જીવ બચાવવા હવાતિયા મારતા લોકોના દ્રશ્યો ફરી નજર સામે તરી આવે છે.
જો કે આ ઘટનામાં અંદાજે 135 લોકોનો જીવ ગયા પરંતુ આવી ઘટના ફરી ન બને તે માટે કડી સર્વ વિદ્યાલયના બીએસસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વ્યોમ અને જનકે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટને સાયન્સ સિટીમાં ચાલી રહેલા સાયન્સ કાર્નિવલમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે
બીસીએના વિદ્યાર્થીઓ વ્યોમ અને જનકે જણાવ્યું કે તેમણે બનાવેલું ડિવાઈઝ જો કોઈ પણ બ્રિજ પાસે લગાવી દેવામાં આવે તો આવી ઘટના બનતી અટકાવી શકાય છે. વ્યોમે જણાવ્યું કે મોરબીમાં બનેલી ઘટનાના આધારે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમાં બ્રિજ પર કેપેસીટી કરતા વધુ લોકો જતા રહે તો દુર્ઘટના સર્જાય છે. જેથી આ પ્રોજેક્ટ માટે અમે હાલ દસની કેપેસીટી રાખી જે જેથી બ્રિજ પર જો 10થી વધુ વ્યક્તિ જવાનો પ્રયાસ કરે તો તરત ફાટક પડી જાય છે અને લોકોને બ્રિજ પર જતા અટકાવી શકે.
એટલુ જ નહિ જેવા નક્કી થયેલી કેપેસીટીમાંથી એક પણ વ્યક્તિ ઓછા થાય તો તરત જ ફાટક ઓપન થઈ જશે. અન્ય વિદ્યાર્થી જનક જણાવે છે કે ફુટ બ્રિજ કે કાર બ્રિજ કે બાઈક બ્રિજ પર પણ તે લગાવી શકાય છે. આરએફઆઈડી સર્વ પર કેપેસીટી ફીટ કરી શકાય છે. જો વધુ પડતા લોકો બ્રિજ પર પહોંચે તો તરત ડિસ્પલેમાં તેની કેપેસીટી દ્વારા પણ એલર્ટ આપે છે. આ પ્રોજેક્ટમાં આરડીની સર્કીટ પણ લગાવવામાં આવી છે.