વડોદરામાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે કોરોનાની ઝપેટમાં આવ્યા
તાજેતરમાં મધુ શ્રીવાસ્તવના પીએનું પણ કોરોનાને લીધે મૃત્યુ થયું હતું
હાર્દિક દિક્ષીત/વડોદરા :સુરત, અમદાવાદ અને રાજકોટ બાદ હવે વડોદરામાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. વડોદરામાં વધુ ને વધુ નેતાઓ કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. આવામાં ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (madhu srivastava) ને કોરોના નીકળ્યો છે. વાઘોડિયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે મધુ શ્રીવાસ્તવનાં સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે. તાજેતરમાં તેમનાં પીએનું પણ કોરોનાને લીધે મૃત્યુ થયું હતું.
નવા 121 કેસ નોંધાયા
ગત 24 કલાકમાં વડોદરામાં કોરોનાના વધુ 121 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 8185 પર પહોંચી ગઈ છે. 2379 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 121 કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોનાથી 24 કલાકમાં વધુ 144 દર્દીઓ સાજા પણ થયા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોનાથી 6455 દર્દી સાજા થયા છે. તો કોરોનાથી વધુ 1 દર્દીનું મોત નિપજ્યું છે. આ સાથે કુલ મોત 143 થયા છે.
ઈતિહાસમાં પહેલીવાર આજે અંબાજીમાં ભક્તો વગર ભાદરવી પૂનમ ઉજવાશે
વડોદરા ગ્રામ્ય પોલીસમાં કોરોના વિસ્ફોટ
વડોદરા પોલીસમાં પણ હવે ધીરે ધીરે કોરોના પગપેસારો કરી રહ્યો છે. પોલીસ હેડ ક્વાટરમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. કોરોના ટેસ્ટમાં અસંખ્ય પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત હોવાનું ખૂલ્યું છે. 50 પોલીસ કર્મીઓમાંથી 25 ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોના પોસેટિવ તથા તેમના સંપર્કમાં આવનાર પોલીસ કર્મીઓને કવોરેન્ટાઈન કરાયા છે. ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.