Waghodia Gujarat Chunav Result 2022: વડોદરાની વાઘોડિયા બેઠક પર આ વખતે ભારે રસાકસી છે. વર્ષ 1962થી અત્યાર સુધીમાં કુલ 13 વખત ચૂંટણીઓ લડાઇ ચૂકી છે. જેમાં 1985 સુધી કોંગ્રેસની સત્તા હતા પણ તે બાદ મધુ શ્રીવાસ્તવની મજબૂત પકડ આ વિસ્તારમાં હજુ પણ યથાવત છે જો કે આ વખત ભાજપે ટીકીટ ન આપતા 7 વખત ધારાસભ્ય રહી ચુકેલા મધુ શ્રીવાસ્તવ અપક્ષમાથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર કુલ 2,22,082 મતદારો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત-
આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ઘણા પૂર્વ ધારાસભ્યોની ટિકિટ કાપી હતી. વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવની ટિકિટ પણ ભાજપે કાપી હતી. પરંતુ આ બેઠક પર મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. હવે ચૂંટણી પરિણામમાં વાઘોડિયાની બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી છે. જીત બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યુ કે, ભાજપમાં જોડાવાનો નિર્ણય મારા મતદારો કરશે. તેમણે કહ્યું કે, વાઘોડિયા વિસ્તારને પછાત રાખવામાં આવ્યો છે, હવે હું તેનો વિકાસ કરીશ.


2022ની વિધાનસભા ચૂંટણી ઉમેદવાર 
ભાજપ - અશ્વીન પટેલ 
કોંગ્રેસ - સત્યજીતસિંહ ગાયકવાડ
આપ - ગૌતમ ચાવડા 
અપક્ષ - મધુ શ્રીવાસ્તવ


2017ની ચૂંટણી
ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર શ્રીનિવાસ મધુભાઈને 63049 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા. મધુ શ્રીવાસ્તવની જીત થઇ હતી. 


2012ની ચૂંટણી
2012ની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ ભાજપના ઉમેદવાર હતા. જ્યારે કોંગ્રેસે જયેશ પટેલને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવને 65851 મત મળ્યા હતા. જ્યારે જયેશભાઇને 60063 મત મળ્યા હતા.