તૃષાર પટેલ/વડોદરા : પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોનો બદલે દેશની વાયુસેનાએ બખૂબી લીધો છે, પરંતુ આ ઘટનાએ દેશભરમાં દેશભક્તિની ભાવના ફરીથી પેદા કરી છે. એક તરફ લોકોને દેશપ્રેમ જાગ્યો છે, તો બીજી તરફ લોકોને પાકિસ્તાન પ્રત્યે નફરતના ભાવના પેદા થઈ રહી છે. દેશભરમાં લોકો એક જ રાગ આલાપી રહ્યા છે કે, નફ્ફટ પાકિસ્તાન પર હુમલો કરવો. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે દેશદાઝ બતાવતા કહ્યું કે, હું આત્મઘાતી બની પાકિસ્તાન જઈ સુસાઇડ બોમ્બર બની બદલો લેવા માંગુ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઘોડિયાના ભાજપના ધારાસભ્યૈ મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, હું આત્મઘાતી બની પાકિસ્તાન જઈ સુસાઇડ બોમ્બર બની બદલો લેવા માંગુ છું. મારી સરકાર મને મંજુરી આપે તો હું પાકિસ્તાન જઈને 500ને ઉડાવી દેવા તૈયાર છું. દેશ માટે પેદા થયો છું અને દેશ માટે બલિદાન આપવા તૈયાર છું. હું આપણા જવાનોની શહીદીનો બદલો લેવા તૈયાર છું. મારા દિલની વેદના અને દેશ દાઝ મને પ્રેરિત કરી રહી છે. મને મારી જાનની પરવા નથી. દેશ માટે પ્રાણ ન્યોછાવર કરવા હું તૈયાર છું. મારી સરકાર મને મંજૂરી આપે તો હું આત્મઘાતી હુમલો કરવા તૈયાર છું. 


તેમણે કહ્યું કે, આપણા સૈનિકો પર આત્મઘાતી હુમલો કર્યો છે, ત્યારે આતંકવાદનો ખાત્મ કરવો જોઈએ. મારે સરકારને વિનંતી કરવી છે કે, કોઈ અમરફળ ખાઈને આવ્યું નથી. મરવાનુ નક્કી જ છે. જો મારી સરકાર મને મદદ કરે તો આત્મઘાતી બનવા તૈયાર છું. પાકિસ્તાનમાં આતંકવાદનો ખાત્મો કરીને મરવા મીટવા તૈયાર છું.