તેજસ મોદી/સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૩ જૂન, ર૦ર૧ના રોજ ‘બિટકોઇનમાં રોકાણ કરવું જોઇએ કે નહીં? વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે ટર્ટલ વેલ્થ મેનેજમેન્ટ પ્રા.લિ.ના સી.ઇ.ઓ. રોહન મહેતા દ્વારા રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહન મહેતાએ જણાવ્યું હતું કે, બિટકોઇન એ અત્યારે ભારતમાં કાયદેસર પણ નથી અને ગેરકાયદેસર પણ નથી. એમ કહી શકાય કે ન્યુટ્રલ સ્થિતિમાં છે. ભારતમાં બિટકોઇન માટે ટેકસેશન જ આવ્યું નથી. આથી તેનામાં રોકાણ કરવાનું અત્યારે વિચારવું નહીં જોઇએ. મિત્રો રોકાણ કરતા હોય એટલા માટે પણ બિટકોઇનમાં રોકાણ કરવું જોઇએ નહીં. સમજણ નહીં પડતી હોય તો તેમાં રોકાણ કરવું જોઇએ નહીં. તેમણે કહયું કે, એક વર્ષમાં બિટકોઇન પાંચ વખત ૮૦ ટકાથી વધુ તુટેલો છે. તેમણે ચાર ફાયનાન્શિયલ સ્ટેજ જેવા કે સિકયુરિટી સ્ટેજ, ગ્રોથ સ્ટેજ, હાય ગ્રોથ સ્ટેજ અને હાય રિસ્ક સ્ટેજ વિશે રોકાણકારોને સમજણ આપી હતી.


વધુમાં તેમણે કહયું કે, હેલ્થ ઇન્સ્યુરન્સ વિગેરે સારા હોવા જોઇએ. બાળકોના અભ્યાસ માટે, વેકેશન્સ ગાળવા માટે અને નિવૃત્તિ માટે રૂપિયાનું રોકાણ કરવું જોઇએ. મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા રોકી શકાય છે. બેંકમાં ફિકસ ડિપોઝીટ કરી શકાય, સોનું ખરીદી શકાય, રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકાય અને ત્યારબાદ પણ રૂપિયા હોય તો એમાંથી ચારથી પાંચ ટકા રૂપિયાનું આર્ટસ, ક્રિપ્ટો અને સ્ટાર્ટ–અપ્સ વિગેરેમાં રોકાણ કરી શકાય છે. ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ વેબિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું અને અંતે તેમણે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન પણ કર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube