સુરતમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવવાનો વોન્ટેડ આરોપી ઝડપાયો, જાણો શું હતી સમગ્ર ઘટના?
સુરતથી ઉતરાણ વચ્ચે રેલ્વે પાટા ઉપર લોખંડના-લાકડાના બાકડા મૂકી ટ્રેન ઉથલાવી પાડવાના ઈરાદે મૂકી રાખતા અહીસા એક્સપ્રેસ ટ્રેનના એન્જીનના આગળના ભાગે ટકરાતા ટ્રેન અવરોધવાનો ચકચારી બનાવ 28 ડીસેમ્બર ૨૦૧૭ના રોજ બન્યો હતો.
સુરત: વર્ષ 2017માં સુરતના કતારગામ વિસ્તારમાં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં તેમજ વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના બે ગુનામાં નાસ્તા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઓરિસ્સાના ગંજામ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત પોલીસ કમિશ્નર દ્વારા પકડાયેલા આરોપી ઉપર 20 હજાર રૂપિયાનું ઇનામ પણ ઘોષિત કરવામાં આવ્યું હતું.
સુરતથી ઉતરાણ વચ્ચે રેલ્વે પાટા ઉપર લોખંડના-લાકડાના બાકડા મૂકી ટ્રેન ઉથલાવી પાડવાના ઈરાદે મૂકી રાખતા અહીસા એક્સપ્રેસ ટ્રેનના એન્જીનના આગળના ભાગે ટકરાતા ટ્રેન અવરોધવાનો ચકચારી બનાવ 28 ડીસેમ્બર ૨૦૧૭ના રોજ બન્યો હતો. આ સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ સમગ્ર ગુનાની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી. તપાસ દરમ્યાન 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ૯ આરોપીઓ નાસ્તા ફરતા જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે માહિતી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલો આરોપી ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતે ફરી રહ્યો છે.
મહેસાણામાં એજન્ટોએ ખોલી છે લૂંટની દુકાન, VIDEOમાં જુઓ કેવી રીતે ચાલે છે ષડયંત્ર?
માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ત્યાં જઈને આરોપી સચિન ઉર્ફે દિલીપ અરકિત પાંડીને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી એ.કે.રોડ રેલ્વે પટરી પાસે આવેલી ઝૂપડપટ્ટીમાં ઓરિસ્સાવાસીઓ રહેતા હોય અને છૂટકમાં દારૂ તથા ગાંજાનો વેચાણ કરતા હોય ત્યાં પોલીસ દ્વારા અવાર નવાર રેઇડ કરતા પોતાની ધાક બેસાડવા માટે વર્ષ ૨૦૧૭ના નવેમ્બર મહીનામાં રાત્રીના સમયે પોતે તેના મિત્રો તથા વતનના રહીશો સાથે મળી ગુનાહિત કાવતરું રચી રેલ્વે પટરી પાસે લોખંડનો બાંકડો તથા લાકડાનો બાંકડો ઉચકી સુરતથી ઉત્રાણ તરફ જતી રેલ્વે લાઈનના પાટા ઉપર મૂકી ટ્રેનને ઉથલાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત આરોપીની વધુ કડક પૂછપરછમાં બહાર આવ્યું હતું કે પોતે તેના સાથી મિત્રો સાથે મળી ઓક્ટોબર-2016માં આશરે 100 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મંગાવી વરાછા અશ્વિની કુમાર રોડ અશોક નગર ઝૂપડપટ્ટીના રૂમ નબર 111 માં વેચાણ કરવા માટે સંતાડી રાખ્યો હતો. ત્યારે પોલીસે રેઇડ કરી હતી અને ગાંજાનો જથ્થો ઝડપી પાડી વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત નવેમ્બર 2016માં આશરે 150 કિલો ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મંગાવી અશ્વિની કુમાર રોડ અશોક નગર ઝૂપડપટ્ટી ન્યુ રબી ટેલર્સની બાજુમાં આવેલી રૂમમાં વેચાણ કરવા માટે સંતાડી રાખ્યો હતો ત્યાં પણ પોલીસે રેડ કરી ગાંજાનો જત્થો ઝડપી પાડ્યો હતો અને વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ બંને ગુનામાં પણ તે વોન્ટેડ હતો.
ગાંધીનગરમાં પડ્યા એજન્ટ રાજના પડઘા! ઋષિકેશ પટેલે કહ્યું; 'અમે કડક કાર્યવાહી કરીશું'
વધુમાં આરોપી વિરુદ્ધ સીઆરપીસી કલમ ૭૦ મુજબનું વોરંટ પણ ઈશ્યુ થયું હતું. તેમજ સુરત પોલીસ કમિશ્નર દ્વારા પકડાયેલા આરોપી ઉપર 20 હજાર રૂપિયાનું ઇનામ પણ ઘોષિત કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, આરોપીની તેના વતનથી ધરપકડ કરવામાં આવી છે. ગામમાં તેનો સપોર્ટ હોવાથી જયારે પણ પોલીસ પકડવા જતી હતી. ત્યારે પોલીસની મુવમેંટની જાણકારી મળી જતી હતી અને તેની ધરપકડ થઇ શકતી ન હતી. પરંતુ આ વખતે ખુબ જ મહેનત કરીને આરોપીને પકડવામાં સફળતા મેળવી છે.