તૃષાર પટેલ/વડોદરા: શહેરમાં વિવિધ 58 જેટલા ગુનાઓમાં વારંવાર પોલીસ દ્વારા પકડવામાં આવેલ કુખ્યાત અસલમ બોડીયો ખંડણીના ગુનામાં આ વખતે પોલીસ ચોપડે વોન્ટેડ હતો.. ફાયનાન્સ કંપનીના મેનેજરને ધમકી આપી લાખો રૂપિયાની ખંડણીની માગણી કરનાર અસલમને પી.સી.બીએ મધ્યપ્રદેશના માંડુ ગામેથી દબોચી લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાંદલજાના શખ્સે ફાયનાન્સ પર લીધેલી 11 કારના હપ્તા નહીં ભરતાં મકાનનું જપ્તી વોરંટ નિકળ્યું હતું. જેથી કુખ્યાત અસલમ બોડિયો અને રમજાન સિંધી સહીતની ટોળકીએ કનક દુર્ગા ફાયનાન્સ કંપનીના મેનેજર પાસે 11 લાખ બળજબરીથી પડાવવા માટે ધાકધકી આપી હતી. મેનેજર આ મામલે અસલમ, રમજાન સહીત 5 શખ્સો સામે ખંડણીની ફરીયાદ કરતા સયાજીગંજ પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હતી. પરંતુ કુખ્યાત અસલમ બોડિયાની ગંધ આવી જતા તે ફરાર થઇ ગયો હતો.]


સુરત: કચરો ઉઠાવતી ગાડીની ટક્કરે એકનું મોત, સ્થાનિકોએ ગાડીમાં કરી તોડફોડ


કનક દુર્ગા ફાયનાન્સ કંપનીના મેનેજર આશિષ રમેશ શિંદેને બળજબરીપૂર્વક 11 લાખ રૂપિયા પડાવવા ધાકધમકી આપનાર 5 શખ્સો સામે ખંડણીની ફરીયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે રમજાન સિંદી, સિદ્દીક મલેક અને ઇમરાન ચૌહાણની ધરપકડ કરી હતી. જોકે અસલમને પોલીસને ગંધ આવી જતાં તે શહેર છોડી ફરાર થઇ ગયો હતો. અસલમને ઝડપી પીસીબીની જુદી જુદી ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.


આ સ્વયંભૂ ગણપતિ મંદિરે ટપાલ લખવાથી થશે દૂ:ખનો અંત, જાણો આનોખો મહિમા


આખરે પાંચ દિવસથી નાસતો ફરતો અસલમ મધ્યપ્રદેશમાં છુપાયો હોવાના જાણ થતાં પીસીબીની ટીમ પહોંચી હતી. અસલમ એમ.પીના માંડુ પાસે કારમાં પસાર થતો હોવાની માહિતી મળતાં તેને ઝડપી લેવાયો હતો. પોલીસના હાથે ઝડપાયેલો અસલમ બિલ્લી બની ગયો હતો. પોલીસ પૂછપરછમાં અસલમે જણાવ્યું હતું કે મારે સુધરવું છે, હવે પછી હું કોઇને ધાકધમકી નહીં આપું, કોઇની પાસે ખંડણી નહીં માગુ, કોઇ પણ ગુનો નહીં કરુ, મેં સુધરી જઇશ, જો કે અસલમનુ આ રટણ કોઇ નવુ નથી પોલીસના હાથે ચઢ્યાં બાદ અસલમ ગાય બનીને કાયમ આજ રીતે માફી માગતો નજરે ચઢે છે.


જુઓ LIVE TV :