મૌલિક ધામેચા/અમદાવાદ : ફરી એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગોવા રબારીની ધરપકડ કરી છે. ભુજ જેલમાં રહી અમદાવાદના જમીન દલાલનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગવાના ગુનામાં સંડોવણી સામે આવતા ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. તેના પર પેન્ડિંગ ગુનાઓની પુછપરછ શરૂ કરાઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ - ગાંધીનગર વિકાસ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે અમિત શાહની અપીલ


અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ ગોવા રબારી છે. જેની ભુજ જેલમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગોવાના કાવતરા મુજબ સાગરીતોએ 17 ફેબ્રુઆરીના રોજ કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનુ અપહરણ કર્યુ હતું. અપહરણ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગી હતી. દરમ્યાન ફરિયાદીની 36 તોલા સોનાની 14 લાખની સોનાની ચેઈન લૂંટી લઈ ગોવા રબારીના ઘરે છુપાવી રાખી હતી. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં 11 આરોપીઓની ધરપકડ કરતા લાખો રૂપિયાની સોનાની ચેઇન પણ ગોવા રબારીના પત્ની પાસેથી કબ્જે કરવામાં આવી હતી. 


વર્ષમાં માત્ર 2 વખત જ દ્વારકાધીશ આપે છે આ ખાસ દર્શન, જોવા માત્રથી ભવોભવના દુ:ખ દુર થાય છે


બાદમાં જમીન દલાલ અને વેપારીને ધમકાવી રૂપિયા પડાવી ખંડણી ગેંગમાં મુખ્ય સુત્રધાર તરીકે ગોવા રબારીનું નામ સામે આવ્યું હતું. એટલું જ નહીં અગાઉ ગોવા રબારી વિરુદ્ધ લુંટ,ખંડણી અને ધમકીના 15 જેટલા ગુનામાં  આરોપીની સંડોવણી સામે આવી ચૂકી છે. પરંતુ ભૂજ જેલ માં બંધ હોવા છતાં  ગોવા રબારી ખંડણી કેસમાં સંડોવણી સામે આવી હતી. જેલમાં બંધ રહી ખંડણી, અપહરણ, લૂંટ જેવા ગુનાઓ પોતાના સાગરિતો દ્વારા કરાવી ગુનાને અંજામ આપતો હતો. ગોવા રબારી અત્યારે ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં છે, ત્યારે તેની પૂછપરછમાં અન્ય કોઈ ગુનાની કબૂલાત થાય છે કે પછી જેલના કર્મચારીઓની મિલીભગતથી ગુનાઓને અંજામ આપતો તે બાબતે તપાસમાં શું સામે આવે છે તે જ મહત્વનું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube