ઝી બ્યુરો/ભરૂચ: દેશમાં છેલ્લા કેટલાક સમયથી વક્ફ કાયદાને લઈ વિવાદ ચાલી રહ્યો છે. વક્ફ કાયદાથી ખોટી રીતે સંપત્તિઓ હડફ કરી લેવાતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ભરૂચમાં એક એવી ઘટના બની સામે આવી કે જેના કારણે ફરી એકવાર વક્ફ કાયદા સામે સવાલો ઉભા થયા છે. ઐતિહાસિક વ્યાયામ શાળા વક્ફ બોર્ડે પોતાની સંપત્તિ ગણાવતા હિન્દુ સંગઠનો આકરા પાણીએ થયા છે શું છે સમગ્ર વિવાદ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...


  • વક્ફ બોર્ડ ફરી વિવાદમાં

  • મોટી મિલકત પર કરી દીધો દાવો

  • ભરૂચમાં વક્ફ સામે ભભૂક્યો રોષ!

  • બટુકનાથ વ્યાયામ શાળા પર કર્યો દાવો


આ ગુજરાતનું શું થશે? શિક્ષકો બાદ હવે આરોગ્યકર્મી પણ વિદેશમાં જલસા કરતા હોવાનો ખુલાસો


આ છે એ ઐતિહાસિક જગ્યા જ્યાં શહેરના અનેક યુવાઓએ પોતાનું બાળપણ વિતાવ્યું છે. જાતભાતની અનેક રમતો રમી છે. શહેરના સૌથી ઉંમરના વૃદ્ધને પૂછો તો તે સડસડાટ આ વ્યાયામ શાળાનો આખો ઈતિહાસ બોલી જાય. ભરૂચમાં આવેલી આ વ્યાયામ શાળામાં અનેક યુવાઓ અંગ કસરતના દાવ કરે છે અને ક્રિકેટ સહિત અનેક રમતો રમીને શરીરને મજબૂત રાખવાનો પ્રયાસ કરે છે પણ આ વ્યાયામ શાળા પર હવે વક્ફ બોર્ડે દાવો ઠોકી દીધો છે. ખોટી રીતે કરવામાં આવેલા આ દાવાથી હાહાકાર મચી ગયો છે. વક્ફ બોર્ડે પોતાની વેબસાઈટ પર બટુકનાથ વ્યાયામ શાળાને પોતાની મિલકત ગણાવતાં હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે. વ્યાયામ શાળાના ટ્રસ્ટીઓએ આ મામલે આકરો વિરોધ કર્યો છે.


નો ટેન્શન! આવી અંબાલાલની નવી આગાહી, એવું ના સમજતા કે ગુજરાતમાંથી વરસાદ ગયો, આ તો...


વક્ફ બોર્ડની વેબસાઈટમાં એકલી બટુકનાથ વ્યાયામ શાળા જ નહીં પરંતુ ભરૂચ જિલ્લાની 1400 જેટલી મિલકત વક્ફે પોતાની ગણાવી દીધી છે. પોતાની વેબસાઈટમાં અલગ અલગ અનેક મિલકતો પર વક્ફે દાવો ઠોકી દેતાં સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. તો વક્ફના દાવાનો ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વાસાવા આકરો વિરોધ કર્યો છે. વસાવાએ ખાતરી આપી છે કે, એ વિરોધ કર્યો છે અને કલેક્ટર, જિલ્લા ભાજપ પ્રમુખ અને બીજા ધારાસભ્યો સાથે મળીને આ વિષય પર ઉચિત તપાસ કરાવીશું તેવી ખાતરી આપી છે.


ડાંગરની ખેતી કરનારા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો શું કર્યા સૂચનો


જે વક્ફ બિલનો વિરોધ સંસદની અંદર જોરશોરથી કોંગ્રેસે કર્યો હતો. તે જ કોંગ્રેસ પાર્ટીનું ભરૂચની ઘટના પર નિવેદન લેવાનો અમે પ્રયાસ કર્યો પરંતુ ગુજરાત કોંગ્રેસના એક પણ નેતા કંઈ બોલવા તૈયાર થયા ન હતા. ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓએ નિવેદન આપવામાં ગોળગોળ વાતો કરી હતી. વક્ફ એક્ટ મામલે કોંગ્રેસના સ્ટેન્ડથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વક્ફ એક્ટમાં વક્ફ બોર્ડની કેટલીક એવી સત્તાઓ આપવામાં આવી છે જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. 


Jio Recharge Plans: ₹1000 થી ઓછી કિંમતમાં દરરોજ 2GB ડેટા, ફ્રીમાં મળશે Hotstar


પ્રધાનમંત્રી નહેરુના સમયગાળામાં બનેલો આ કાયદો વર્ષોથી વિવાદમાં રહ્યો છે પરંતુ કોઈએ તેને કાઢવાની હિંમત કરી નથી. હા મોદી સરકારે થોડી હિંમત દાખવી પરંતુ આકરા વિરોધને કારણે બિલને JPC કમિટી પાસે મોકલવામાં આવ્યું છે. ભરૂચની ઘટના પર આગળ શું થાય છે તે જોવું રહ્યું.