ગૌરવ દવે/રાજકોટ: નાગરિક સહકારી બેંકની ચૂંટણી એ હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ચૂંટણી ન થાય તે માટે બુધવારે સમાધાનની બેઠક પણ કરવામાં આવી હતી. પરંતુ સમાધાનના પ્રયાસો નિષ્ફળ નિવડતા હવે આ ચૂંટણીમાં કોણ બાજી મારે છે તે તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે. નાગરિક બેંકની ચૂંટણી માટે ફોર્મ ભરીને પરત કરવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપમાં જ આંતરિક બળવો થયો છે અને મામા-ભાણેજ વચ્ચે સીધો જંગ લડાઈ રહ્યો છે. જ્યોતીન્દ્ર મહેતાની સહકાર પેનલ સામે કલ્પક મણીઆરની સહકાર પેનલે આજે ઉમેદવારી નોંધાવી હતી. કાલે સ્ક્રૂટિની થશે અને સોમવારે ફાઈનલ લિસ્ટ જાહેર કરાશે. ચૂંટણીને લઈને સહકાર અને સંસ્કાર પેનલના સભ્યો આક્ષેપો- પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BIG BREAKING: જૂની પેન્શન યોજના અંગે સૌથી મોટા સમાચાર; ગુજરાત સરકારે કર્યો આ ઠરાવ


  • રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પ્રતિષ્ઠાનો જંગ..

  • મામા જ્યોતિન્દ્ર મહેતા વિરુદ્ધ ભાણેજ કલ્પક મણીઆરે માંડ્યો મોરચો..

  • જૂનાગઢ અને મુંબઈની બ્રાન્ચોમાં કરોડોના કૌભાંડના આરોપો..

  • 28 વર્ષ બાદ રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ચૂંટણી..


ગુજરાત કેડરના કયા 8 IPS અધિકારીઓને અપાયું પોસ્ટિંગ; તમામ જગ્યાઓ નવી ઊભી કરાઈ, જાણો


રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને સંઘ સાથે જોડાયેલા જ બે જૂથ આમને સામને ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે. રાજકોટ નાગરિક સહકારી બેંકના વર્તમાન ચેરમેન મામા જ્યોતીન્દ્ર મહેતા સામે RSSના સ્વ. અરવિંદ મણીઆરના પુત્ર અને જ્યોતીન્દ્ર મહેતાના ભાણેજ કલ્પક મણીઆરે કરોડો રૂપિયાના કૌભાંડોના આરોપો લગાવ્યા હતા. ચૂંટણી ન થાય અને ઘીના ઠામમાં ઘી પડે તે માટે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પૂર્વ ચેરમેન કલ્પક મણીઆર સાથે બેઠક પણ કરી હતી, પરંતુ આ બેઠકમાં સમાધાન માટેના પ્રયાસો નિષ્ફળ નિવડયા હતા. એટલે આ ચૂંટણી પર સૌ કોઇની મીટ મંડાઈ છે.


આટલા દિવસ સુધી ગુજરાતમાં નહીં પડે ઠંડી! ઉભો થયો મોટો ખતરો, આવી રહ્યાં છે 3 વાવાઝોડા


આજે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો. જેમાં સહકાર પેનલ સામે સંસ્કાર પેનલના કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. સંસ્કાર પેનલમાં રાજકોટમાંથી 13 ઉમેદવારો 1 મહિલા અનામત ઉમેદવાર અને કલ્પક મણીઆરે ઉમેદવારી નોંધાવતા કુલ 15 ઉમેદવારોના ફોર્મ રજૂ થયા હતા. આગામી 17 નવેમ્બરના રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાશે. જેમાં ભાજપ વર્સીસ ભાજપ જ નહીં મામા-ભાણેજ વચ્ચે ચૂંટણી જંગ જામશે. કલ્પક મણીઆરે ઉમેદવારી પત્ર ભર્યા બાદ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારી લોકોને ફરીથી બેંકની મુખ્યધારામાં ન લઈ આવે એવા મારો પ્રયાસો છે. નાગરિક બેંકની જૂનાગઢ અને મુંબઈની કાલબાદેવી બ્રાન્ચમાં અંદાજીત 30 કરોડનું કોભાંડ આચરવામાં આવ્યું.


ઉત્તરપ્રદેશમાં ગુજરાતી તીર્થયાત્રીકોની બસને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત


વર્તમાન સત્તાધિશો દ્વારા જુનાગઢ અને મુંબઈની બ્રાન્ચમાં થયેલ કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો મારા સહિતના તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી લેશે. અમારી લડાઈ સત્તા માટે નહીં પરંતુ કૌભાંડકારીઓ વિરુદ્ધ લડાઈ લડવાની છે. ચૂંટણીમાં સામાપક્ષે સામ દામ દંડ ભેદ સહિતની નીતિઓ અપનાવવામાં આવી રહી છે. તેમ છતાં અમારા એક પણ ઉમેદવાર આજ દિવસ સુધી અડીખમ રહ્યા છે. સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં દાવા પેચ ન હોવા જોઈએ મારું સ્પષ્ટ માનવું છે. 


મુંબઈ EOW દ્વારા મને સમન્સ આપવામાં આવ્યું છે. અગાઉ હું ચેરમેન હતો તે વખતે લોન કૌભાંડ થયું હતું. તે બાબતે મને અગાઉ પણ પોલીસે બોલાવ્યો હતો. જે તે સમયે મેં મારા નિવેદન પણ આપ્યા હતા. ફરી વર્તમાન સત્તાધીશોએ ચૂંટણી સમયે પોલીસ કેસ કરી મારા વિરુદ્ધ તપાસ થાય તેવા પ્રયાસો કર્યા છે જેમાં હું મારી હકીકત પોલીસ સમક્ષ આપીશ. 9 નવેમ્બરના હાજર રહેવા સમન્સ આપ્યું છે.


'સાહેબ મારી પુત્રીના સારવારના પૈસા નથી તો PIએ ઉઠાવ્યો ખર્ચ', વટવા પોલીસની માનવતા મહે


જ્યોતીન્દ્ર મહેતાની સહકાર પેનલમાં RSS અને ભાજપને સ્થાન
વર્તમાન ચેરમેન જ્યોતીન્દ્ર મહેતાની સહકાર પેનલમાં 21 ઉમેદવારએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ ગણાતા સુરેન્દ્રકાકાને સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય જીવણભાઈ પટેલ પણ ભાજપના જૂના જોગી માનવામાં આવે છે. જે અગાઉ રાજકોટ નાગરિક સહકારી બેંકમાં વાઈસ ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ ચૂંટણીમાં જેને અગાઉ આઠ વર્ષ-ટર્મ માટે હોદ્દા પર રહ્યા હોય તેવાને સ્થાન નહિ આપવાનો નિયમ નક્કી કરાયો છે. આથી જે જૂના જોગી હતા તેવા અનેકના નામ કપાઈ ગયા છે. જેથી અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. જોકે સહકાર પેનલે બે જૂના જોગીને સાથે રાખ્યા છે. તેઓ નવા ઉમેદવારોને સહકારી જગતના પાઠ ભણાવશે અને અનુભવનો લાભ મેળવશે તેમ સહકારી જગતમાં ચર્ચાઈ રહ્યું છે.


'ભૂપેન્દ્ર દાદા'ના નેતૃત્વમાં વધુ એક આયામ ઉમેરાયું! ST હવે નાગરિકોને આપશે આ ફેસિલીટી


જૂનાગઢ અને મુંબઈ બ્રાન્ચમાં કેવી રીતે કૌભાંડ આચર્યું : વિડીયો કર્યો વાયરલ
રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણીયારે વધુ એક વિડીયો રિલીઝ કર્યો હતો. જેમાં જૂનાગઢ બ્રાન્ચમાં કઈ રીતે કૌભાંડ આચરવામાં આવ્યું તેની વિગતો આપી હતી. એક જ ગ્રુપના 150 થી 200 વ્યક્તિઓ દ્વારા લોન લેવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ લીધેલી લોનની ચુકવણી કરવા માટે પણ નવી લોન બેંકમાંથી લીધી છે. બેંકના ચડત વ્યાજ સહિત કુલ 25 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. અંદાજિત 138 જેટલા ખાતામાં કૌભાંડ આચારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. રેસીડેન્સીયલ પ્લાનમાં ફોર્જરી કરી કોમર્શિયલ પ્લાન બેન્કમાં રજૂ કરી લોન મેળવવામાં આવી છે. 18 દિવસમાં જમીન ખરીદ કરી, અનઅધિકૃત બાંધકામ કરી દસ્તાવેજ કરવામાં આવ્યા છે. માત્ર 18 દિવસમાં ક્યારેય પણ ન થયા હોય તે પ્રકારના કામ લોન મેળવવા માટે થયા હોવાનું સામે આવ્યુ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.


છેલ્લા દોઢ વર્ષથી સંતાકુંકડીની જેમ ચાલતા મામા જ્યોતિન્દ્ર મહેતા અને ભાણેજ કલ્પક મણિયાર વચ્ચેનું કોલ્ડવોર હવે ચૂંટણી પહેલા ખુલીને સામે આવી ગયું છે અને સત્તા માટે બંન્ને વચ્ચે ખુલીને જંગ શરૂ થઇ છે. 337 બેંકના સભાસદ મતદારો કોની તરફી મતદાન કરે છે તે જોવું રહ્યું.