ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસ: જેલમાં બંધ AAP નેતા સંજયસિંહને કોર્ટનું તેડું, કેજરીવાલને રાહત
Arvind Kejriwal : ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં આજે મેટ્રો કોર્ટમાં કેસ ચાલતા સંજયસિંહ સામે કોર્ટે પ્રોડક્શન વોરંટ કાઢ્યું છે. તિહાર જેલમાં બંધ સંજયસિંહને મેટ્રો કોર્ટમાં 11 જાન્યુઆરીએ હાજર કરવામાં આવશે. જ્યારે અરવિંદ કેજરીવાલને હાજરી આપવામાંથી મુક્તિ મળી છે.
PM Modi Degree Row: ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસનો મામલે આજે અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનવણી હાથ ધરાઈ હતી. જેને લઈને આજે મેટ્રોપોલિટન કોર્ટે આરોપી નંબર બે સંજયસિંહ સામે પ્રોડક્શન વોરંટ ઇસ્યુ કર્યું છે. હાલ તિહાર જેલમાં બંધ સંજયસિંહને મેટ્રો કોર્ટે તિહાર જેલને નોટિસ મોકલી છે. સંજયસિંહ હાજર રહ્યા બાદ સાહેદોની તપાસ કરી કેસ કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલે હાજરી મુક્તિ માટે અરજી કરી હતી તે કોર્ટે માન્ય રાખી છે. હવે 11 જાન્યુઆરીના રોજ બપોરે 12.30 વાગે વધુ સુનાવણી હાથ ધરાશે.
નોંધનીય છે કે, પીએમ નરેદ્ર મોદીની ડિગ્રી માગવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તેવા નિવેદનને પગલે ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી. જેને લઈને આજે મેટ્રો કોર્ટમાં કેસ ચાલતા સંજયસિંહ સામે કોર્ટે પ્રોડક્શન વોરંટ કાઢ્યું છે. તિહાર જેલમાં બંધ સંજયસિંહને મેટ્રો કોર્ટમાં 11 જાન્યુઆરીએ હાજર કરવામાં આવશે. જ્યારે અરવિંદ કેજરીવાલને હાજરી આપવામાંથી મુક્તિ મળી છે.
મોદીની ડિગ્રી મામલે થયો વિવાદ...
વડાપ્રધાન મોદીએ તેમની માસ્ટર્સની ગુજરાત યુનિવર્સિટીમાંથી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી દિલ્હી યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તેથી અરવિંદ કેજરીવાલે મોદીની શૈક્ષણિક ડિગ્રીઓ મેળવવા માટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનરમાં અરજી કરી હતી. જેમાં સીઆઇસીએ ૨૦૧૬માં વડાપ્રધાન કાર્યાલયના માહિતી અધિકારીઓને હુકમ કર્યો હતો કે, કેજરીવાલે માંગેલી ડિગ્રીઓ તેમને પૂરી પાડવામાં આવે. સીઆઇસીના આ હુકમથી નારાજ થઈ ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી.
ગુજરાત યુનિ.દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એ પરીક્ષાના પરિણામનો રેકોર્ડ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ નરેન્દ્ર મોદીએ ૧૯૮૧થી ૧૯૮૨ દરમિયાન એમ.એ ઈન પોલિટિકલ સાયન્સ એક્સટર્નલમાં કર્યું હતું. જેમાં વેબસાઈટ પર જાહેર થયેલા રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ પાર્ટ-૧ અને પાર્ટ-૨ એમ બંને પરીક્ષામાં કુલ ૮૦૦માંથી ૪૯૯ માર્કસ મેળવીને ફર્સ્ટ ક્લાસ ગ્રેડ મેળવ્યો હતો. તમે નહીં માનો પણ મોદી પીએમની પરીક્ષામાં જેમ ફસ્ટક્લાસમાં પાસ થયા છે તેમ એમએની પરીક્ષામાં પણ ફ્સટક્લાસમાં પાસ થયા હતા. વેબસાઈટ પર જાહેર રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ એક્સટર્નલ પરીક્ષામાં કુલ ૪૯૯ માર્કસ મેળવ્યા.
પાર્ટ-૧માં નરેન્દ્ર મોદીએ પોલિટિકલ સાયન્સના વિવિધ ચાર પેપરમાં ૪૦૦માંથી ૨૩૭ માર્કસ મેળવ્યા હતા. જ્યારે પાર્ટ- ૨માં વિવિધ ચાર પેપરમાં ૪૦૦માંથી ૨૬૨ માર્કસ મેળવ્યા હતા.આમ પાર્ટ-૧ અને પાર્ટ-૨માં કુલ ૮૦૦માંથી ૪૯૯ માર્કસ મેળવીને નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ કલાસ ગ્રેડ મેળવ્યો હતો. નરેન્દ્ર મોદીએ એમ.એ પોલિટિકલ સાયન્સ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે કર્યુ હતું. ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન પહેલાંની તમામ પરીક્ષાઓનો રેકોર્ડ સ્કેનિંગ કરીને ડિજિટલાઈઝ કરવામા આવ્યા છે ત્યારે યુનિ.એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એની ડિગ્રીનો રેકોર્ડ પણ સ્કેન કર્યો છે અને જેને વેબસાઈટ પર આજે ઓનલાઈન જાહેર વામાં આવ્યો છે. આ રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ જુલાઈ ૧૯૮૧માં એમ.પાર્ટ-૧ ની પરીક્ષા પાસ કરી હતી.