અમદાવાદઃ  Gujarat University Namaz Controversy : છેલ્લા બે દિવસથી ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ચર્ચામાં છે. યુનિવર્સિટીમાં નમાઝ પઢવા મામલે થયેલા વિવાદમાં પોલીસે અત્યાર સુધી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચ દ્વારા નાસતા ફરતા ક્ષિતીજ પાંડે. જીતેન્દ્ર રામાભાઇ, સાહીલ દુધતીયા નામના યુવકોની આજે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છેકે કુલ પાંચ આરોપીઓમાં હિતેશ મેવાડા જમીન બ્રોકરનુ, ભરત પટેલ ફૂલનો ઘંઘો, ક્ષિતીજ પાંડે આઇટી ફર્મમાં જોબ કરે છે. જ્યારે જીતેન્દ્ર રામાભાઇ એસી રીપેરીંગનો વ્યવસાય કરે છે. બનાવ રાતે ક્ષિતીજ અને જીતેન્દ્ર વિદેશી વિધ્યાર્થીઓની પુછપરછ માટે ગયા હતા. જે બાદ સમગ્ર મામલો બિચક્યો હતો. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે 20 માર્ચે બપોરે ત્રણ કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છેકે વાઇરલ થયેલા વિડીઓમાં એક વિદેશી વિદ્યાર્થી પુછપરછ કરનારા યુવક પૈકી એકને લાફો મારે છે. જે મામલે પોલીસે ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યુ કે પુછપરછ કરવા ગયેલા યુવકો ત્યા કેવી રીતે ગયા એની પુછપરછ સ્થાનીક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસે એમપણ જાણાવ્યું કે આ કોઇ ષડયંત્ર નથી પણ અચાનક બનેલો બનાવ છે. સાથે જ પોલીસે હોસ્ટેલ રૂમમાં થયેલી તોડફોડ મામલે પણ ઝીંણવટભરી તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યુ છે. હાલ પોલીસે 5 યુવકોની ધરપકડ કરી ફરીયાદ મુજબ અન્ય શામેલ લોકોની તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચોઃ MBBS ના ઈન્ટર્ન તબીબે વિદ્યાર્થીની સાથે કર્યુ દુષ્કર્મ, બ્લેકમેલ કરીને ઈજ્જત લૂંટી


શનિવારે બન્યો હતો બનાવ
મહત્વનું છે કે શનિવાર મોડી રાત્રે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે મોડી રાત્રે માથાકૂટ બાદ મારામારી થઈ હતી. હોસ્ટેલના A બ્લોકમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે પહેલાં બોલાચાલી થઈ હતી બાદમાં મારામારી અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે નમાઝ પઢવાને લઈને અમુક જુથના વિદ્યાર્થીઓએ તેમને રોક્યા હતા અને નમાઝ ન પઢવા માટે દબાણ કર્યુ હતુ. જેને લઈને જ બે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી ઉગ્ર થતાં વિદ્યાર્થીઓએ સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. સાથે જ વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટલના રૂમમાં અને વાહનોમાં તોડફોડ કરાઈ હતી. હોસ્ટેલમાં થયેલી મારામારીમાં 6 જેટલા વિદેશી વિદ્યાર્થીઓને ઈજાઓ પણ પહોંચી હતી.  ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો છે અને યુનિવર્સિટી હોસ્ટેલમાં DCP કક્ષાના અધિકારીઓએ તપાસ પણ શરૂ કરી દીધી છે. 


ગુજરાત યુનિવર્સિટીના ચાન્સેલરે આપ્યું નિવેદન
કેમ્સપમાં ધાર્મિક પ્રવૃત્તિઓને લઈને એબીવીપી દ્વારા વાઈસ ચાન્સેલરને આવેદન પત્ર આપવામં આવ્યુ હતું. ત્યારે ABVP ના આવેદન પત્ર સામે વાઇસ ચાન્સલરે જણાવ્યું કે, ઘટનાના લીધે જ્યાં પણ અમને ખોટ દેખાઈ છે ત્યાં પગલાં લેવામાં આવ્યા છે. સ્ટાફની બદલી કરવામાં આવી છે. સિક્યુરિટીમા અમને ખોટ દેખાઈ છે તેમાં અમે વધારો કર્યો છે. NRI હોસ્ટેલ બે વર્ષથી બનીને તૈયાર છે. પરંતું ફાયર સેફટીના અભાવે તેમાં વિદ્યાર્થીઓને જગ્યા ફાળવાઈ ન હતી. બે દિવસ પહેલા જ અમને ફાયર NOC મળી છે. હવે વિદેશી વિદ્યાર્થીઓને ત્યાં જગ્યા આપવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓની સિક્યુરિટી માટે એક્સ આર્મીમેનને મુકવામાં આવશે. નવા હોસ્ટેલને એલોટમેન્ટ કરવા પહેલા વિઝીટર્સને નો એન્ટ્રી માટેની ચર્ચા કરવામાં આવી છે. અમે એક કમિટી બનાવી છે જે લોકો વિડિઓઝ વાયરલ થયા છે તેની તપાસ કરશે. તેઓ રિપોર્ટ આપશે કે હુમલાખોરો યુનિવર્સિટીના છે કે બહારના છે.