ગર્લફ્રેંડના લેપટોપમાં રેગિંગનો એક વીડિયો જોયો, યુવકને એવી લત પડી ગઇ કે 5 રાજ્યોમાં મચાવ્યો હાહાકાર
એમ.પી.શાહ મેડીકલ કોલેજના પીજી હોસ્ટેલમાં થયેલ 6 લેપટોપ ચોરીનો ભેદ ઉકેલી ભારતમાં 40 થી વધુ મેડિકલ હોસ્ટેલોમાંથી 500 થી વધુ લેપટોપની ચોરી કરનાર આંતરરાજ્ય ચોરને જામનગર સીટી બી ડિવિઝન દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જેના પગલે આંતરરાજ્ય લેપટોપની ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે.
મુસ્તાક દલ/જામનગર : એમ.પી.શાહ મેડીકલ કોલેજના પીજી હોસ્ટેલમાં થયેલ 6 લેપટોપ ચોરીનો ભેદ ઉકેલી ભારતમાં 40 થી વધુ મેડિકલ હોસ્ટેલોમાંથી 500 થી વધુ લેપટોપની ચોરી કરનાર આંતરરાજ્ય ચોરને જામનગર સીટી બી ડિવિઝન દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જેના પગલે આંતરરાજ્ય લેપટોપની ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે.
જામનગરમાં ગાડી ભરીને હથિયારો સાથે હત્યારાઓ ઝડપાયા, હથિયારો જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી
જામનગર સિટી બી પોલીસે એમ પી શાહ મેડિકલ કોલેજમાંથી લેપટોપની ચોરી કરનાર તમિલનાડુ રાજ્યનો રહેવાસી તમીલ સેલ્વમ નામના ઈસમને ફરીદાબાદથી દબોચી લીધો છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરતા જણાવ્યું કે, વર્ષો પહેલા તેની ગર્લ ફ્રેન્ડના લેપટોપમાંથી રેગીંગ કરેલી પોર્ન વિડીયો તેને જોયા હતા. ત્યાર બાદ તે ગૂગલની મદદથી જુદી જુદી સરકારી મેડિકલ કોલેજમાં જઈ વિદ્યાર્થીઓના લેપટોપની ચોરી કરતો હતો.
ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફની હિંમત વધારવા ડો.નિયતિ પહેલી વેક્સીન લેશે
40 સરકારી મેડિકલ કોલેજમાંથી 500 લેપટોપની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. શાતિર દિમાગના આરોપીએ દેશભરની વિવિધ સરકારી મેડિકલ કોલેજને ગૂગલના મારફતે ટાર્ગેટ કરી હતી. 40 જેટલી મેડિકલ કોલેજમાંથી તેમણે 500 જેટલા લેપટોપની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. લેપટોપની ચોરી કર્યા બાદ આરોપી તમિલનાડુ અને દિલ્હીમાં એક ડિલરને ત્યાં લેપટોપ વેચી અને પૈસા મોજ શોખમાં વાપરતો હતો.
વડસર બ્રિજ ઉતરતા સમયે મજૂરના ગળામાં પતંગની દોરી લપેટાઈ, તરફડી તરફડીને થયું મોત
જામનગર પોલીસે ડીલરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. થોડા દિવસો પહેલા જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાંથી છ જેટલા લેપટોપની ચોરી થઈ હતી. જામનગર સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જો કે આરોપી લેપટોપની ચોરી કર્યા બાદ દિલ્હી નાસી છૂટયો હતો. અહીં એક ડીલરને તેમણે લેપટોપ આપી દીધા હતા.
લવ જેહાદ પર નીતિન પટેલનું મોટું નિવેદન, વિધર્મી યુવાનો આપણી બહેન-દીકરીઓ પર નજર બગાડે છે
જામનગર મેડિકલ કોલેજમાં સિક્યુટી ગાર્ડને ચકમો આપી કરી લેપટોપની ચોરી કરી હતી. યુપીના ફરીદાબાદથી આરોપી જામનગર પહોંચ્યો હતો, તેમણે ગૂગલમાં એમ.પી.શાહ મેડીકલ કોલેજનું એડ્રેસ મેળવ્યું હતું. બાદમાં તેઓ સીધું મેડિકલ કોલેજમાં પ્રવેશ કર્યો હતો. જોકે મેડિકલ કોલેજ ખાતે સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ગાર્ડની પણ આરોપીએ ચકમો આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube