નીતિન ગોહેલ/ભાવનગર : ભાવનગરમાં દુકાળ માસમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરનાં મહિલા કોલેજનાં ફિલ્ટર પ્લાન્ટમાંથી હજારો લીડર પાણી વેડફાયું છે. કોલેજમાં ઢીંચણ સુધીના પાણી ફિલ્ટર પ્લાન્ટમાં ભરાયા છે. પાણી રસ્તા પર વહેતા ઈલેક્ટ્રીક સાધનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે આ સ્થિતિ કેમ સર્જાઈ તે પણ જોઈએ. કોલેજના ચોકીદારે વાલ્વ ખોલ્યો હતો અને બાદમાં નશો કરીને સૂઈ ગયો હતો. જેથી આ સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પોલીસે આ મામલે ચોકીદારની અટકાયત કરી લીધી છે. આ મામલે જાણકારી મુજબ, ભાવનગર શહેર ખાતે આવેલ મહિલા કોલેજનાં ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણી ભરવા માટે ચોકીદારે વાલ્વ ખોલ્યો હશે અને ત્યારબાદ નશામાં ધૂત હોઇ તે બંધ કરવાનું ભૂલી ગય હતો. જેને પગલે હજારો લીટર પાણીના જથ્થાનો વેડફાટ થયો હતો. આ ઘટનાને પગલે બાજુમાં આવેલ શાળાનાં કેમ્પસ અને કોલેજની આસપાસના વિસ્તારોમાં પણ ઢીંચણ સમા પાણી ભરાઇ ગયા હતા. તો બીજી તરફ, રહેવાસીઓ મોડી રાતે રસ્તા પર આવી પહોંચ્યા હતા. જોકે, આ મામલાની સ્થાનિકોએ તપાસ કરી અને ચોકીદારને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ચોકીદાર ન મળતા તેમણે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી. જે બાદ પોલીસે ઘટના સ્થળે આવી અને વાલ્વ બંધ કર્યો હતો. 


[[{"fid":"195838","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-12-21-13h16m26.jpg","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-12-21-13h16m26.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-12-21-13h16m26.jpg","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-12-21-13h16m26.jpg"}},"link_text":false,"attributes":{"alt":"vlcsnap-2018-12-21-13h16m26.jpg","title":"vlcsnap-2018-12-21-13h16m26.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


પાણીનો વેડફાટ વધારે પ્રમાણમાં થવાને કારણે ફિલ્ટર પ્લાન્ટમાં પણ પાણીનો મોટો જથ્થો ભરાઇ ગયો હતો. જેને પગલે લાખોના નુકસાનની આશંકા પણ સેવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ રાજ્યમાં પાણીની તંગી છે ત્યારે ભાવનગર શહેરમાં થયેલા પાણીને વેડફાટને પગલે સ્થાનિકોએ ચોકીદાર પર ફિટકાર વરસાવ્યો હતો. વિસ્તારમાં એટલી હદે પાણી ભરાઈ ગયું હતું, કે બીજા દિવસે પણ પાણી ઓસર્યા ન હતા.