Gujarat Monsoon 2024: માત્ર સુરત શહેર નહીં પરંતુ, બુધવારે તો આખું દક્ષિણ ગુજરાત વરસાદમાં ભીંજાયું. ખાસ કરીને નવસારી, તાપી અને ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ક્યાંક નદીઓમાં પશુ તણાયા તો ક્યાંક મકાનો ધરાશાયી થયા. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ પાણીમાં તરબોળ થઈ ગયા. જુઓ દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારનો આ રિપોર્ટ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોનું આવશે મોત! વરસાદની પેટર્ન બદલતા અંબાલાલની આગાહી ફરી, 26મી પછી તો...


  • સૌથી પહેલાં વાત ભરૂચ જિલ્લાની કરીએ..

  • શહેર કોઈપણ હોય પરંતુ, પરિસ્થિતિ એક જેવી જ છે..

  • દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ પાણીમાં તરબોળ છે. 


અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આમલાખાડી પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થતા જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી. જેના કારણે આમલાખાડીમાં વરસાદી પાણીના વહેણમાં 4 અશ્વ પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. તો બીજી તરફ, પાણી ભરાવાના કારણે GIDC વિસ્તારથી અંકલેશ્વર શહેર વિસ્તારને જોડતો માર્ગ બંધ થયો હતો.. જેથી અનેક વાહનચાલકો સહીત રાહદારીઓએ અટવાયા હતા. અનરાધાર વરસાદના કારણે ભરૂચ શહેરના મોટા ભાગના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. અવિરત વરસાદના કારણે ઈન્દિરાનગરમાં પાણી ભરાયા છે. અહીં રહેતા લોકોની ઘર વખરીને મોટું નુકસાન થયું હતું.


ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર પાણીમાં ડૂબ્યું; 5 ખાડીઓએ ડૂબાડી ડાયમંડ નગરી!


ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ જ પાણીમાં ગરકાવ થયું હતું. નગરપાલિકાના વાહનો પાણીમાં ડૂબી ગયા. પરિસ્થિતિ તો એવી સર્જાય કે ઈમરજન્સી ફાયરનો કોલ આવે તો પણ વાહન બહાર ન નીકળી શકે. ભરૂચ શહેર તથા જિલ્લામાં રાત્રી દરમિયાનથી વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે વિવિધ વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. અંકલેશ્વર શહેરમાં પણ વરસાદે જમાવટ કરી હતી, અને શહેર વિસ્તારના દીવા રોડ પરની સોસાયટીઓ, એશિયાડ નગર વિસ્તાર, ગાયત્રી મંદિર, નિરાંત નગર સહિતનો રહેણાંક વિસ્તાર વરસાદી પાણીથી પાણી પાણી થઇ ગયો હતો.


આણંદમાં મેઘરાજા વિફર્યા! 4 કલાકમાં જ બોરસદમાં 13 ઇંચ વરસાદ, આ વિસ્તારો જળમગ્ન!


હવે નવસારી શહેરની વાત કરીએ નવસારીમાં અવિરત વરસાદે આફત સર્જી નાખી. સતત વરસાદના કારણે નવસારી શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. મુખ્ય બજાર પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નવસારીના બાલાપીઠ દરગાહ પાસે ખાડીનું પાણી ફરી વળ્યું. પૂર્ણા નદી પાસે આવેલી બાલાપીઠ દરગાહમાં દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. પાલિકાએ લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી છે.. 


નવસારીની સૌથી મોટી પૂર્ણ નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. શહેરની પૂર્ણા નદીની વાત કરીએ તો આ નદીનું જળસ્તર 23 ફુટે પહોંચ્યું છે. નદીની ભયજનક સપાટી 28 ફુટ છે. આ ઉપરાંત કાવેરી નદી પણ ભયજનક રીતે વહી રહી છે. કાવેરી નદીમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે. નવસારીના વિજલપોરમાં આવેલું ગંગા તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગંગા તળાવમાં પાણીની આવક થઈ છે. જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કોઝ વે પાણીમાં ગરકાવ થયા છે. વાંસદા તાલુકામાં આવેલા માંડવ ખડક ગામમાંથી પસાર થતા કોઝ વે પર પાણી ફરી વળ્યા હતા. 


ગુજરાતના આ જિલ્લામાં 48 કલાક માટે રેડ એલર્ટ; ત્રણ નદીઓ કરી શકે છે તહસનહસ, પુરની સ્થિતિ


આ સિવાય તાપી જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. તાપીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર વહી રહી છે.. ભારે વરસાદથી ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તાપીના વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે. મીંઢોળા નદીમાં પાણી આવતા મુસા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે.. મુસા વિસ્તારમાં મંદિરની આસપાસ પાણી ભરાયા છે. તાપી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સોનગઢમાં આવેલો સૌથી મોટો ડોસાવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. સતત વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ડોસાવાડા ડેમ સંપૂર્ણ રીતે ભરાય જતાં તંત્રએ નીચાણવાળા 12થી વધુ ગામોને એલર્ટ કર્યા છે.