મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં વધતા જતા કોલેરાના કેસને લઈને જ્યારે લોકો ચિંતિત છે ત્યારે મહાપ્રભુજીની બેઠક પાસે આવેલ આંગણવાડીમાં નાના ભૂલકાઓ આવતા હોય ત્યારે આંગણવાડીની બાજુમાં જ ખૂબ ગંદકી અને કોલેરાના ઉત્તપત્તિ મચ્છરો પણ પાણીમાં હોય સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવેલ ન હોય તો આંગણવાડીમાં બેસતા બાળકોને જો કોલેરા રોગ થશે તો આનું જવાબદાર કોણ.?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હવે મફત મળશે આ દવાઓ! સરકારે જીવન રક્ષક દવાઓના લિસ્ટમાં કર્યો વધારો


જામનગરમાં એક બાજુ કોલેરા અને ચાંદીપુરા વાયરસના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. બાળકોના શંકાસ્પદ ટપોટપ મોત પણ થઈ રહ્યા છે. છતાં પણ જામ્યુકો બેફિકર હોવાનો ઘટ સર્જાયો છે. સ્વચ્છતાના બણગા ફૂંકતા જામનગરના મહાપ્રભુજીની બેઠક પાસે આવેલ આંગણવાડી નજીકનો વિસ્તાર ગંદકીમાં ગળાડૂબ છે. જેમાં સફાઈ કરાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. 


25થી 30 ઇંચ વરસાદમાં ઉપલેટા તહસનહસ! આ પાકોને નુકસાન થતાં ખેડૂતોની કમર ભાંગી


કોલેરા જેવા ડરામણા રોગચાળાને ઉઘાડું આમંત્રણ આપતી આ ગંદકી તંત્રને દેખાઈ તે જરૂરી બન્યું છે. શહેરના મહાપ્રભુજીની બેઠક પાસે આવેલ આંગણવાડીની બાજુમાં આવેલ વિસ્તારમાં ગંદકીના થર જામ્યા હોવાથી આ વિસ્તાર મચ્છરના ઘર સમાન બની ગયો છે. 


જે ઘરે લોકોને મળવા જોઈતા હતા તે મકાનો ભાડે ચડાવી દીધા, પૈસા પ્રજાના, કૌભાંડ AMCનું!


આંગણવાડી નજીક હોવાથી નાના ભૂલકાઓનું અહી દરરોજ આવાગમન રહે છે. ત્યારે આંગણવાડીની બાજુમાં જ ખૂબ ગંદકી અને કોલેરાના મચ્છરો પણ પાણીમાં હોય છે. આથી વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. આંગણવાડીના આંગણામાં ઉભરાતી ગટરના કારણે બાળકો રોગચાળાનો ભોગ બની શકે છે.