સુરેન્દ્રનગર :ઉનાળો આવે એટલે ગુજરાતભરમાં પાણી માટે સંગ્રામ થાય છે. એક ઘડો પાણી ભરવા માટે અહી પડાપડી કરવી પડે છે. સરકાર ભલે નલ સે જલ યોજનાના બણગા ફૂંકે, પણ કૂવામાં હોય તો હવાડામાં આવે તેવી રીતે પાઈપમાં પાણી આવે તો નળ સુધી પહોંચે ને. ગુજરાતમાં ઉનાળામાં પરા વિસ્તારોમાં એક ઘડો પાણી પણ ઘરે આવે તો લોકો દિવસ ઘન્ય થઈ ગયો સમજે. આવામા સુરેન્દ્રનગર જિલ્લાની હાલત કફોડી બની છે. અહી પાણી લેવા માટે રીતસરનું લોકોને યુદ્ધ કરવુ પડે છે. ત્યારે ગુજરાત મોડલ પર સવાલ ઉઠાવતા વરવા દ્રષ્યો સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના લીંબડીના નાની કઠેચી ગામમાં પીવાના પાણી માટે લોકોને પડાપડી કરવી પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાની કઠેચી ગામમાં ઉનાળામાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતાં લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે. આ માટે ટેન્કર પણ મંગાવવા આવ્યુ હતું, પરંતુ ટેન્કર આવતા જ ગામમાં પાણી માટે પડાપડી થઈ ગઈ હતી. પાણી વેચાતુ લેવા મજબૂર થવું, તેમા પણ એક ઘડા માટે સંગ્રામ થઈ જાય તેવા દ્રષ્યો ગુજરાતમાંથી ક્યારે જશે. લોકો દ્વારા અધિકારીઓ તથા નેતાઓને અનેક રજૂઆતો કરવા આવવા છતા ઉનાળો આમ જ વીતે છે. 


હવે લાઈટ-પંખા સંભાળીને વાપરજો, ગુજરાતમાં વીજળી મોંઘી બની 



ગુજરાતના સૂકાભઠ્ઠ આ વિસ્તારો ઉનાળામા બેડાયુદ્ધ માટે પણ પ્રખ્યાત છે. અહી પાણી માટે મહિલાઓ બાખડી પડતી હોય છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યનુ મોડલ દેશભરમાં પ્રચલિત છે, પરંતુ જો અહી પાણીની સમસ્યાની વાત કરીએ તો તેનાથી ગુજરાતની છબી બગડી શકે છે. 



31 ગામના ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર જિલ્લાના 31 ગામોના ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો ઉગ્ર બન્યા હતા. ખોડું ગામમાં ખેડૂતોએયા એકઠા થઈ રોડ ચક્કાજામ કર્યો. હતો. રોડ પર ટ્રેક્ટર આડે મૂકી અને ખેડૂતો બેસી ગયા હતા. મુળી વઢવાણ ધાગધ્રા સહિતના 31 ગામોના ખેડૂતો ગઈકાલે એકત્રિત થયા હતા. અંદાજીત 1 હજારથી વધુ ખેડૂતો 100 થી વધુ ટ્રેક્ટરો લઈને ખોડું ગામમાં પહોંચ્યા હતા. સૌની યોજનામાંથી પાણી ન મળતા 31 ગામોના ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો હતો. જેથી મામલદાર ડેપ્યુ કલેક્ટર સહિતના અધિકારીઓ ખોડું ગામમાં ખેડૂતોને સમજાવવા દોડી આવ્યા હતા.


આ પણ વાંચો : 


આણંદમાં આકાશમાંથી વરસેલા ગોળાની તપાસ શરૂ કરાઈ, કોઈ મોટા રહસ્યોના સંકેત 


પાવાગઢમાં ભક્તો માટે નવુ નજરાણું, નિજ મંદિર સુધી 40 સેકન્ડમાં પહોંચાય તેવી લિફ્ટ બનશે