રાજ્યમાં ઓક્ટોબરથી જ પાણીનું સંકટ, 30 ડેમ તળિયાઝાટક, 64 ડેમમાં 1થી 25 ટકા પાણી
માર્ચ પછી નર્મદાના ડેડસ્ટોકમાંથી પાણી લેવું પડશે, મધ્ય ગુજરાત સિવાય સર્વત્ર સર્જાશે પાણીની તંગી, બાકીના તમામ વિસ્તારોમાં 40 ટકાથી ઓછું પાણી, રાજ્યના 12 મહત્વના ડેમ સાવ ખાલીખમ
ગાંધીનગરઃ રાજ્યમાં નોંધાયેલા ઓછા વરસાદને કારણે આ વર્ષે પણ પાણીના સંકટની સ્થિતીનું નિર્માણ થવાની સંભાવના છે. રાજ્યના નર્મદા એન્ડ વોટર રીસોર્સીસ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર વિભાગના આંકડા મુજબ રાજ્યના 203 ડેમ પૈકી 12 સાવ ખાલીખમ છે, જ્યારે 64 ડેમ એવા છે જેમાં પાણીની સપાટી 1 ટકાથી લઈને 25 ટકા સુધીની જ છે.
સરદાર સરોવર રિઝર્વોયરને દર વર્ષે મળવાપાત્ર 9 મિલિયન એકર ફિટ પાણીમાંથી આ વખતે પણ 6.2 મિલિયન એકર ફિટ પાણી જ મળી શકશે. જેથી 2017-18ના વર્ષની જેમ 2018-19ના વર્ષમાં પણ માર્ચ 2019 પછી સરદાર સરોવર ડેમના ડેડ વોટર પાઈપલાઈનમાંથી પાણી છોડીને રાજ્યના પીવાના પાણીની જરૂરીયાતને હલ કરવાની ફરજ પડશે.
2018માં નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા સરદાર સરોવર રીઝર્વોયરને મળવાપાત્ર 9 મીલીયન એકર ફીટ પાણીના જથ્થામાંથી 5 મીલિયન એકર ફીટ પાણી જ ફાળવાયું હતું. જ્યારે આ વર્ષે 9ને બદલે 6 મીલીયન એકર ફીટથી થોડું વધારે મળવાનું છે.
ઝોન મુજબ પાણીની સ્થિતિ
ઝોન | ડેમ | સંગ્રહ | ટકા |
ઉત્તર ગુજરાત | 15 | 742 | 38.6 |
મધ્ય ગુજરાત | 17 | 2087 | 88.93 |
દક્ષિણ ગુજરાત | 13 | 8624 | 52.83 |
કચ્છ | 20 | 44.6 | 13.42 |
સૌરાષ્ટ્ર | 138 | 984 | 38.86 |
કુલ | 203 | 8415 |
53.4 |
207-18માં NCA દ્વારા 5 MAF પાણી ફાળવાયું
સરકારના સૂત્રોના જણાવ્યા મૂજબ 2018ની સાલમાં નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા સરદાર સરોવર રીઝર્વોયરને મળવાપાત્ર 9 મીલીયન એકર ફીટ પાણીના જથ્થામાંથી 5 મીલિયન એકર ફીટ પાણી જ ફાળવાયું હતું. જ્યારે આ વર્ષે 9ને બદલે 6 મીલીયન એકર ફીટથી થોડું વધારે મળવાનું છે. એટલે કે, ગુજરાતને મળવાપાત્ર 9 મીલિયન એકર ફીટ પાણીનો જથ્થો આ વર્ષે પણ મળી શકવાનો નથી.
રાજ્યના આ ડેમમાં હાલના તબક્કે 30 ટકા કરતાં પણ ઓછું પાણી છે
જિલ્લો ડેમ જથ્થો ટકા
સુરેન્દ્રનગર સબુરી 0 0
રાજકોટ ખોડાપીપર 0 0
મોરબી ઘોડાપીપર 0 0
રાજકોટ કરણુકી 0 0
પોરબંદર સોરઠી 0 0
મોરબી ડેમી-3 0 0
બોટાદ ભીમદાદ 0 0
બોટાદ લીંબલી 0 0
કચ્છ કસવતી 0 0
કચ્છ કૈલા 0 0
કચ્છ માથલ 0 0
કચ્છ નીરૂણા 0 0
દ્વારકા ગઢકી 0.01 0.11
દ્વારકા સીંધણી 0.01 0.11
કચ્છ ગજોદ 0.01 0.13
સુરેન્દ્રનગર નીંબમણી 0.01 0.16
દ્વારકા વર્તુ-1 0.02 0.17
સુરેન્દ્રનગર વાંસલ 0.01 0.25
અમરેલ ઘેલો-1 0.03 0.3
જામનગર રંગમતી 0.01 0.3
ભાવનગર રંઘોળા 0.12 0.33
મોરબી ડેમી-2 0.07 0.33
મોરબી બાંગાવાડી 0.03 0.39
કચ્છ ગોધાતડ 0.06 0.43
જામનગર વેરાડી-2 0.05 0.51
દ્વારકા સોનમતી 0.04 0.54
બોટાદ ઉતાવળી 0.06 0.67
કચ્છ નારા 0.3 0.76
બોટાદ કનીયડ 0.03 1.02