આરોગ્ય મંત્રીજી જવાબ આપો, સ્વાસ્થ્યમાં રાજ્ય પાછળ કેમ ધકેલાયું? ગુજરાત આ રોગમાં દેશમાં ટોપ-5માં પહોંચી ગયો
Gujarat Health Update : ખુદ કેન્દ્ર સરકારે એ વાતનો સ્વીકાર કર્યો છે કે,પ્રદુષિત પાણીને કારણેપાણી જન્ય રોગચાળામાં ગુજરાત દેશમાં ટોપ ફાઈવમાં છે. પ્રદૂષિત પાણીને કારણે કોલેરા, હેપેટાઇટીસ એ-સીના રોગોનું પ્રમાણ દિવસે ને દિવસે ગુજરાતમાં વધ્યું છે
Gujarat Health Department : ગુજરાતમાં સરકાર સ્વાસ્થ્ય સેવાઓ માટે ગમે તેટલા બણગાંઓ ફૂંકે પણ આ આંકડાઓ સરકારની પોલ ખોલી રહ્યાં છે. પ્રદૂષિત પાણી પીવાને કારણે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 3.39 લાખ કેસો નોંધાયા છે. સરકાર ઘરે ઘરે પાણી પહોંચાડી રહી છે, પણ આ આંકડાઓ અલગ વાસ્તવિકતા દેખાડી રહ્યાં છે. રાજ્યમાં આજેય લોકો પ્રદુષિત પાણી પીવા મજબૂર છે. ટૂંકમાં કહીએ તો, વિકાસનું મોડેલ ગણાતુ ગુજરાત બિમારું રાજ્યની પદવી મેળવે તો પણ નવાઈ નહીં.
સ્વાસ્થ્ય માપદંડોમાં ગુજરાત પાછળ ધકેલાયું
એક તરફ, સરકાર મેડિકલ ટુરિઝમના બણગા ફૂંકી રહી છે. બીજી તરફ, ગુજરાત સ્વાસ્થ્યની સેવામાં અન્ય રાજ્ય કરતાં પાછળ ધકેલાયુ છે. ખુદ કેન્દ્ર સરકારે એ વાતનો સ્વીકાર કર્યો છે કે,પ્રદુષિત પાણીને કારણેપાણી જન્ય રોગચાળામાં ગુજરાત દેશમાં ટોપ ફાઈવમાં છે. પ્રદૂષિત પાણીને કારણે કોલેરા, હેપેટાઇટીસ એ-સીના રોગોનું પ્રમાણ દિવસે ને દિવસે ગુજરાતમાં વધ્યું છે. સ્વાસ્થ્ય માપદંડોમાં ગુજરાત પાછળ ધકેલાયું છે. સરકાર સ્વચ્છ પાણી ન પહોંચાડી શકતાં ગુજરાતમાં પ્રદુષિત પાણીને કારણે પાણીજન્ય રોગચાળામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત સ્વાસ્થ્યની હીપેટાઈટીસ-ઇનો ભોગ બની રહ્યાં છે.
પાણીજન્ય રોગચાળો વધુ વકર્યો
રાજ્ય સરકાર દરેક પરિવારને નળનુ પાણી આપવાનું વચન આપી ચૂકી છે, છતાંય ગુજરાતમાં આજેય લોકો વધારો નોંધાયો હતો. પ્રદુષિત પાણી પી રહ્યા છે અને ઝાડા, કોલેરા, હીપેટાઇટીસ અને લેપ્ટોપાયરોસીસ જેવી બિમારીઓનો ભોગ બની રહ્યાં છે. મોટા શહેરોમાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં પીવાના પાણીની પાઇપમાં પ્રદુષિત પાણી ભેળવાતા પાણીજન્ય રોગચાળો થાય છે. ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેરી વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો વધુ વકર્યો છે. વર્ષ ૨૦૨૧માં પ્રદુષિત પાણીને કારણે કોલેરાના ૧૧૫ કેસો નોંધાયા હતાં. આ ઉપરાંત આ જ પ્રદુષિત પાણીથી ૯૬૮ જણાને હીપેટાઇટીસ - એ અને ૪૨૫ લોકો હિપેટાઈટિસ ઈનો ભોગ બન્યા છે.
આ પણ વાંચો : ભાજપી કોર્પોરેટર જ નીકળ્યો વ્યાજખોર, મહિલાને 1%ને બદલે 2.5% વ્યાજ આપવા દબાણ કર્યું
પાણીજન્ય રોગમાં ગુજરાત દેશમાં ટોપ-5માં
કેન્દ્રની મોદી સરકારે ખુદ કબૂલ્યુ છે કે, પ્રદુષિત પાણીને કારણે પાણીજન્ય રોગમાં ગુજરાત દેશમાં ટોપ-5માં છે. વર્ષ ૨૦૨૧માં પ્રદુષિત પાણીને કારણે ગુજરાતમાં ઝાડાના ૩,૯૩,૮૧૯ કેસો નોંધાયા હતા જયારે આંધ્રમાં ૧.૯૯ લાખ, હરિયાણામાં ૧.૩૦ લાખ, ઉત્તરપ્રદેશમાં ૨.૧૫ લાખ, દિલ્હીમાં ૭૬,૪૫૮ અને બિહારમાં ૨૮,૬૨૯ ઝાડાના કેસો નોંધાયા હતાં. આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પણ આરોગ્યક્ષેત્રની સેવાઓ કથળી હોવાની વાસ્તવિકતા છે. સરકાર હાલમાં કોરોના માટે જે પ્રકારે પ્રયાસો કરી રહી છે એ જ પ્રકારે પાણીજન્ય રોગો નાથવામાં પણ પ્રયાસો કરવા એ અતિ જરૂરી છે. આ સ્થિતિ રહી તો ગુજરાત ટોપ થ્રીમાં આવતાં સમય નહીં લાગે... પાણીજન્ય રોગચાળો ગુજરાત બિમારું હોવાનો ટેગ લગાવી રહી છે.
અમદાવાદમા પાણીજન્ય કેસોએ રેકોર્ડ તોડ્યો
બીજી તરફ, અમદાવાદમાં છેલ્લાં કેટલાય સમયથી પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. ખાસ કરીને ગત વર્ષે તો પાણીજન્ય રોગચાળાના કેસએ 2021નો પણ રેકોર્ડ તોડી નાખ્યો. બીમારીને લઈને તમે એવું વિચારતા હશો કે આના માટે તમારી નિષ્કાળજી જવાબદાર હશે પરંતુ ના એવું નથી.. હકીકતમાં રોગચાળા માટે જવાબદાર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ખોદકામ.
ઝાડાઊલટી - 369 કેસ
કમળો - 316 કેસ
ટાઈફોઈડ- 365 કેસ
આ આંકડા માત્ર એક મહિનાના છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં ડિસેમ્બર મહિનામાં કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા બીમારીના આ આંકડા છે. આ તમામ પાણીથી થતાં રોગ છે એટલે સ્વાભાવિક છેકે દૂષિત પાણી પીવાના કારણે જ આટલા બધા લોકો બીમાર પડ્યા છે. હવે સવાલ એ છેકે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર કેમ છે. દૂષિત પાણી માટે કોણ જવાબદાર છે. તો સાંભળો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધતા રોગચાળા માટે જવાબદાર છે. શહેરમાં ઠેર ઠેર ચાલતું AMCનું ખોદકામ દૂષિત પાણી માટે જવાબદાર છે. નવી લાઈન નાંખતા સમયે જૂની લાઈન તૂટી જવાથી દૂષિત પાણી ભળી જાય છે. આ જ કારણથી લોકો દૂષિત પાણી પીવે છે અને બીમાર પડે છે.
આ પણ વાંચો : કોના પાપે શાળામાં શિષ્યવૃત્તિ અટકી? DEO ના પૂછવા પર શિક્ષકોએ આપ્યો ચોંકાવનારો જવાબ
વર્ષ 2021ની સરખામણીએ વર્ષ 2022માં પાણીજન્ય રોગમાં મોટો ઉછાળો જોવા મળ્યો અને આના માટે પણ જવાબદાર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઠેર ઠેર થતું ખોદકામ.
- વર્ષ 2021માં ઝાડા ઊલટીના 3610 કેસ નોંધાયા જ્યારે વર્ષ 2022માં 6604 કેસ નોંધાયા..
- વર્ષ 2021માં કમળાના 1439 કેસ નોંધાયા હતા જ્યારે વર્ષ 2022માં કમળાના 2508 કેસ નોંધાયા..
- વર્ષ 2021માં ટાઈફોઈડના 2116 કેસ નોંધાયા જ્યારે વર્ષ 2022માં 3138 કેસ નોંધાયા છે..
- વર્ષ 2021માં કોલેરાના 64 કેસ નોંધાયા જ્યારે વર્ષ 2022માં કોલેરાના 34 કેસ નોંધાયા છે..
વર્ષ 2022માં કોલેરાને બાદ કરતા તમામ પાણીજન્ય રોગમાં બમણી સંખ્યામાં વધારો નોંધાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેનારાસન પોતાની રોજિંદી વિઝિટને લઈને અનેક વખત અધિકારીઓનો ઉધડો લઈ ચૂક્યા છે પરંતુ અધિકારીઓ આંખ અને કાન બંધ કરીને કામગીરી કરી રહ્યા છે.
કોર્પોરેશનના અધિકારીઓ માત્ર આયોજન અને કામગીરીની વાતો કરે છે. પરંતુ, કોર્પોરેશનની બેદરકારીના કારણે ઉદ્ભવેલી આ સમસ્યાનો ભોગ અમદાવાદના શહેરીજનો બની રહ્યા છે.. ત્યારે આશા કરીએ કે આગામી સમયમાં કોર્પોરેશનના અધૂરા ખોદકામ અને પ્રોજેક્ટ ઝડપથી પૂરા થાય જેથી પાણીજન્ય રોગચાળામાં ઘટાડો નોંધાય.
આ પણ વાંચો : અમદાવાદમાં 72 હજાર લોકો દોડશે મેરેથોન, જાણો ‘થ્રીલ એડિક્ટ નાઈટ હાફ મેરેથોન’ની વિગત